ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અચાનક આવતીકાલના તમામ કાર્યક્રમો કેમ રદ કર્યા...

રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે (શુક્રવારે) ગ્રીષ્મા વેકરિયાના પરિવારને (Grishma Murder Case) સાંત્વના આપવા સુરત જશે. ગૃહ રાજ્યપ્રધાને સુરતની કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી તે (Harsh Sanghvi Tweet on Grishma Murder Case) ચૂકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અચાનક આવતીકાલના તમામ કાર્યક્રમો કેમ રદ કર્યા...
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અચાનક આવતીકાલના તમામ કાર્યક્રમો કેમ રદ કર્યા...

By

Published : May 5, 2022, 3:14 PM IST

ગાંધીનગર: સુરતની ફાસ્ટટ્રેક કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની (Surat Grishma Case Verdict) સજા ફટકારી છે. ત્યારે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે તારીખે આ ઘટના બની હતી. તે દિવસે હું ગ્રીષ્માના પરિવારને મળ્યો હતો. તે વખતે મેં ગ્રીષ્માના પરિવારને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું. જોકે, હવે હવે આરોપીને ફાંસીની સજા થઈ ગઈ છે. ત્યારે હું આવતીકાલે (શુક્રવારે) ગ્રીષ્માના પરિવારને મળીને ફરીથી તેમને સાંત્વના આપીશ. સાથે જ ગૃહ રાજ્યપ્રધાને સમગ્ર કેસમાં (Grishma Murder Case ) તપાસ કરી રહેલા તમામ પોલીસ અધિકારીઓને શુભેચ્છા પણ પાઠવી હતી.

ગૃહ રાજ્યપ્રધાને આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા

ગૃહ રાજ્યપ્રધાને આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા - સુરતની ફાસ્ટટ્રેક કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે ગ્રીષ્માના પરિવારને મળવા તેમના ઘરે જશે. તેના કારણે ગૃહ રાજ્યપ્રધાને આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા છે. સાથે જ ગૃહ રાજ્યપ્રધાન પોલીસ અધિકારીઓ અને આ કેસમાં તપાસ કરતાં તમામ પોલીસ કર્મચારીઓ તેમ જ સરકારી વકીલો સાથે પણ મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવશે.

આ પણ વાંચો-એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!

હાઈકોર્ટમાં જવાબ આપવા સરકાર તૈયાર - રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, જો આરોપીના વકીલ હાઈકોર્ટમાં આ કેસને (Grishma Murder Case) દાખલ કરે તો તે બાબતે પણ રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને હાઈ કોર્ટમાં પણ વહેલી તકે નિર્ણય આવે. તે બાબતે પણ સરકારી વકીલો દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે. આમ, 85 દિવસમાં કોર્ટનો નિર્ણય આવ્યો છે. ત્યારે ભવિષ્યમાં આવા કોઈ પણ ગુનો બનશે તો તેમને પણ ન્યાય અપાવવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહેશે. જ્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં બનશે નહીં. તે માટે નવી અરજી બનાવી આગામી સમયમાં રાજ્ય સરકાર સઘન પ્રયત્નો હાથ ધરશે.

આ પણ વાંચો-Grishma Murder Case Hearing: ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનીલે એવું તે શું જોયું હતું? વકીલે કર્યો ખુલાસો

પોલીસે રજૂ કરી હતી 2,500 પાનાની ચાર્જશીટ - સૌપ્રથમ સેશન ટ્રાયલ હોવાથી કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટી થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. આ કેસમાં પોલીસે 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે 23 પંચનામા કર્યા હતા. તો 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઈજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પહેલાના વીડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પૂરાવાઓ રજૂ કર્યા હતા. ત્યારે આજે સુરતની નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ. કે. વ્યાસે આ કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં 28 ફેબ્રુઆરીથી આરોપીઓની ટ્રાયલ શરૂ થઈ હતી.

શું હતી ઘટના - સુરત જિલ્લાના પોસાદરા ગામમાં 12 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાનું (Grishma Murder Case) તેના જ ઘર પાસે જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરી હતી. આ હત્યા પહેલાં આરોપી ફેનિલે ગ્રીષ્માના કાકા અને ભાઈને પણ ચાકુથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ગ્રીષ્માનું ગળું કાપ્યું હતું. આ ઘટના પછી આરોપી ફેનિલ ગોયાણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાઈરલ (Grishma Murder Case) થયો હતો કે, સુરત જ નહીં, સમગ્ર રાજ્ય અને દેશના લોકો હચમચી ગયા હતા. આ કેસમાં રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યારે કામરેજ પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details