- રાજ્યમાં સાયબર ક્રાઈમ ની ઘટના રોકવા માટે ગૃહ વિભાગ એક્ટિવ
- રાજ્યની તમામ બેન્ક સાથે સાયબર ક્રાઈમ કનેક્ટ
- કોવિડ સમયગાળા દરમિયાન ઈન્સ્યુરન્સ અને ડેટા એન્ટ્રીમાં નોંધાયા સાયબર ક્રાઈમ ના ગુનાઓ
ગાંધીનગર : સમયની સાથે-સાથે હવે ગુનેગારો પણ નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનો કરતા હોય છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા અને ગુજરાતમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે ગૃહવિભાગ અને પોલીસ દ્વારા તમામ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યની પોલીસ દ્વારા તમામ બેંકો સાથે રહીને સાયબર ક્રાઇમ(Cyber Crime) અટકાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- 2021ના માત્ર પહેલા 6 મહિનામાં જ 300 મિલિયન રેન્સમવેર હુમલાઓ નોંધાયા
ગૃહવિભાગ તમામ બેંકના સંપર્કમાં છે
સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, સાઇબર ક્રાઇમ અટકાવવા માટે રાજ્યના ગૃહવિભાગ તમામ બેંકોના સંપર્કમાં છે અને જો કોઈપણ વ્યક્તિની સાયબરના ગુનાઓની ફરિયાદ આવે તો તાત્કાલિક બેંક સાથે સંપર્ક કરીને જે ખાતામાં પૈસા જમા થયા છે તે ખાતું ફ્રીઝ કરવામાં આવે છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં ગૃહવિભાગે 20 કરોડથી વધુની રકમ ફ્રિજ કરી છે.
ક્યાં પ્રકારના ગુનાઓ નોંધાયા છે
1. ગુજરાત રાજ્યના સીઆઇડી ક્રાઇમ(1)ના અધિકારી સુભાષ ત્રિવેદીએ સાયબર ક્રાઈમના ગુના બાબતે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો બેરોજગાર થયા હતા, ત્યારે મોટા ખર્ચાથી બચવા માટે લોકો ONLINE ઇન્સ્યોરન્સની ખરીદી કરી રહ્યા છે, ત્યારે ઓછા પ્રિમિયમમાં વધુ પેકેજની ઓફર કરતી લેભાગુ ઈન્સ્યોરન્સ કંપનીના નામે લોકો જોડે CYBER FRAUD કરવાના ગુના નોંધાયા છે. આમ ડિજિટલ સાયબર વોરમાં ઓનલાઈન સ્કીમ આપીને નેશનલ ઇન્સ્યોરન્સની સ્કીમ તરીકે અનેક લોકો જોડે છેતરપિંડી થઈ છે.
2. કોરોના દરમિયાન લોકો પાસે કામ ન હતું, ત્યારે અમુક લોકો ઓનલાઈન ડેટા એન્ટ્રી માટેનું કામ કરી રહ્યા હતા, પરંતુ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થયા પછી પણ લોકોને પેમેન્ટ મળ્યું ન હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમને મળી છે. ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીની સ્કીમ ચલાવતી કંપનીઓ અને ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરીને 30 લાખ જેટલાની રકમ બેંકમાં ફ્રીઝ કરવામાં આવી છે. જેમાં અમુક લોકોને કામ કર્યાના પૈસા પણ પરત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- સતત વધી રહ્યું છે સાયબર ક્રાઇમનું ગુનાખોરી પ્રમાણ જૂનાગઢમાં એક મહિનામાં નોંધાઈ 8 કરતાં વધુ ફરિયાદ
સોશિયલ મિડીયામાં ફેક વેબસાઈટ બંધ કરાઈ
કોરોનામાં લોકો ઘરમાં હતા, ત્યારે ઓનલાઈન વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર લોકો વધુ એક્ટિવ રહેતા હતા, ત્યારે સીઆઇડી ક્રાઇમને ધ્યાને આવ્યું કે, FACEBOOK, INSTAGRAM અને OLX પર પણ ખોટા એકાઉન્ટ તૈયાર કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી, ત્યારે રાજ્યની સીઆઈડી ક્રાઈમ દ્વારા 1,95,260 જેટલી ફેક ફેસબુક આઇડી, 8284 જેટલી ફેક olx આઇડી અને 3000 જેટલી instagramના આઇડી બંધ કરવામાં આવ્યા છે.