રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 71 દર્દી વેન્ટિલેટર પર, 514 નવા કેસ, 28 દર્દીના મોત - gujarat corona update
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 514 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરાયેલા આંકડામાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 28 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 71 દર્દી વેન્ટિલેટર પર, કોરોનાના 514 કેસ, 28 દર્દીના મોત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 514 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરાયેલા આંકડામાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 28 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 24104 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 339 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.