ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારની જાહેરાત : માછીમારો અને સાગરખેડૂતોને વાવાઝોડામાં નુકશાન બાદ 105 કરોડનું પેકેજ - Fishermen

તૌકતે વાવાઝોડાના કારણે દરીયા કાંઠાના વિસ્તારમાં માછીમારોને ઘણુ નુક્સાન થયું હતુ જેને લઈને આજે ( બુધવારે) મળેલી મુખ્ય પ્રધાન રુપાણીની અધ્યક્ષતામાં મળેલી કોરો કમિટીની બેઠકમાં 105 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

yy
રાજ્ય સરકારની જાહેરાત : માછીમારો અને સાગરખેડૂતોને વાવાઝોડામાં નુકશાન બાદ 105 કરોડનું પેકેજ

By

Published : Jun 2, 2021, 11:54 AM IST

Updated : Jun 2, 2021, 12:02 PM IST

  • સાગરખેડુઓને મળી સરકારી સહાય
  • 105 કરોડના રાહત પેકેજની કરવામાં આવી જાહેરાત
  • આજે મળેવી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તૌકતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.


સાગર ખેડૂતોને વ્યાપક નુકશાન

તાજેતરમાં વિનાશક તૌકતે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આ દરિયાકાઠાંના અસરગ્રસ્ત વિસ્તારોની તેમની પોતાની મુલાકાત દરમિયાન પણ અનેક સાગરખેડૂ પરિવારોએ આ તૌકતે વાવાઝોડાને કારણે તેમનો આજીવિકાનો આધાર એવી મત્સ્ય પ્રવૃતિઓ માટેના મુખ્ય આધારસ્તંભ એવી ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને થયેલા મોટા નુક્શાનનો વેદનાપૂર્ણ ચિતાર આપ્યો હતો.

કઇ રીતની છે સહાય

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે માછીમાર પરિવારો પર તૌકતે વાવાઝોડાના કારણે આવેલી આ વિપદામાં પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદના સાથે આ રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનનુ સમારકામ માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે.

આ પણ વાંચો: બનાસકાંઠા ફરી કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન

  • પેકેજની મહત્વની બાબતો
  • બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂપિયા 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળશે
  • અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50 ટકા અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળશે
  • જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે
  • અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50 ટકા અથવા રૂપિયા 2 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે
  • આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
  • પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે
  • આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
  • ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે
  • નુકશાન પામેલી બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂપિયા 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે
  • જો માછીમારો અંશત: નુકશાન પામેલ મોટી બોટના સમારકામ માટે રૂપિયા 5 લાખ સુધીની બેંક લોન મેળવે તો તેના પર વાર્ષિક 10 ટકા સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે
  • તેજ રીતે પૂર્ણ નુકશાન પામેલી મોટી બોટના સમારકામ માટે રૂપિયા 10 લાખ સુધીની બેંક લોન માછીમારો દ્વારા મેળવવામાં આવે તો તેના પર વાર્ષિક 10 ટકા સુધીની વ્યાજ સહાયબે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.

આ પણ વાંચો: સરકાર દ્વારા ખેડૂતોને ક્રોપ લોન ન મળતા વાઘોડિયાના ખેડૂતો રોષે ભરાયા

બડરોના નુકશાન સહાય માટે પણ સરકારનું આયોજન


તૌકતે વાવાઝોડા દરમિયાન દરિયાકાઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુક્સાનની સમારકામ અને નવિનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાના સમારકામ તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે.

  • જાફરાબાદ હયાત જેટીનું વિસ્તરણ કરી 500મીટર લંબાઈની નવી જેટી બનાવવી.
  • બ્રેક વોટરની દુરસ્તી.લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
  • હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકસાનનું સમારકામ
  • શિયાળબેટ નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ.
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનનુ સમારકામ.
  • સૈયદ રાજપરા વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનનું સમારકામ અને મજબૂતીકરણ.
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનનુ સમારકામ.
  • નવાબંદર જટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનનુ સમારકામ અને મજબૂતીકરણ.
  • ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનનુ સમારકામ
  • મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.
Last Updated : Jun 2, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details