- રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અનાથ થયેલા બાળકોને મળશે આર્થિક સહાય
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈથી સહાય આપવાની શરૂઆત કરશે
- રાજ્યમાં હાલ સુધીમાં રાજ્યમાં 750 જેટલા બાળકોનું થયું રજીસ્ટ્રેશન
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાકાળ ( Corona Period ) દરમિયાન અનેક બાળકોને પોતાના માતાપિતાની છત્રછાંયા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )એ આવા અનાથ ( Orphan Children) બાળકો માટે 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના' ( MukhyaMantri Bal Seva Yojana )ની જાહેરાત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 776 બાળકોની નોંધણી કરવામાં આવી છે. જેઓએ કોરોનાકાળ દરમિયાન પોતાના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈના રોજ 4000ની આર્થિક સહાય ( Financial Assistance For Orphans ) આપવાની શરૂઆત કરશે.
7 જુલાઈથી આપવામાં આવશે બાળકોને સહાય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈના રોજ કેબિનેટ બેઠક બાદ કોરોનામાં પોતાના માતાપિતા ગુમાવ્યા હોય તેવા 776 બાળકોને 4,000 રૂપિયાની પ્રતિમાસ સહાય આપવાની શરૂઆત કરશે. શરૂઆતના પ્રથમ તબક્કામાં, માતા-પિતા ગુમાવી બેઠેલા બાળકોની સંખ્યા 50 જેટલી જ થઇ હતી, પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા સર્વે બાદ કુલ 776 જેટલા બાળકોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે, આવનારા સમયમાં હજુ પણ સર્વે ચાલુ રાખવાની સૂચના રાજ્ય સરકાર તરફથી વિભાગને પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો:મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી
31 લાખ રૂપિયાની સહાય પ્રથમ દિવસે આપવામાં આવશે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani ) કેબિનેટની બેઠક બાદ ગુજરાતમાં કોરોના કાળમાં ( Gujarat Corona ) માતા-પિતાની છત્રછાંયા ગુમાવી બેઠેલા 776 જેટલાં બાળકોને 4,000 રૂપિયાની પ્રતિ માસ સહાય ચૂકવશે. જેમાં, પ્રથમ દિવસે કુલ 31 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા બાળકોને ચૂકવવામાં આવશે. આ સહાય બાળકોને બેંક ખાતા મારફતે આપવામાં આવશે. જે બાળકના ગાર્ડિયનના ખાતામાં જમાં કરવામાં આવશે.
બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી મળશે લાભ