ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારને GSTની આવકના શેષ અને વળતર રૂપે 2100 કરોડ મળશે, સહાય મુદ્દે 12 ઓક્ટોબરે ફરી બેઠક મળશે: નીતિન પટેલ

કેન્દ્રીય નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં સોમવારે દેશનાં તમામ રાજયોના નાણા પ્રધાનો સાથે GSTની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારને GSTની આવકના શેષ અને વળતર રૂપે 2,100 કરોડ રૂપિયા મળશે. જ્યારે સહાય મુદ્દે 12 ઓક્ટોબરના રોજ ફરીથી બેઠક મળશે. આ બાબતે રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી.

nitin patel
nitin patel

By

Published : Oct 5, 2020, 11:02 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં સોમવારે દેશનાં તમામ રાજયોના નાણા પ્રધાનો સાથે GSTની બેઠક યોજવામાં આવી હતી. લોકડાઉન અને કોરોના કહેર વચ્ચે રાજ્યને GSTમાં થયેલા નુકસાન બાબતનો વળતર અંગેની ચર્ચાઓ થઇ હતી, પરંતુ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તથા નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બે વિકલ્પ આપ્યા હતા, જે વિકલ્પ પ્રમાણે વિપક્ષના જે રાજ્યો છે તેમને અલગ વિકલ્પ પસંદ કર્યો હતો અને CSTના નિયમો અને કાયદા પ્રમાણે સર્વાનુમતે જ નિર્ણય થાય છે. તેથી વળતર બાબતનો નિર્ણય અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે. જ્યારે અગાઉ GSTની થયેલી આવકમાં રાજ્ય સરકારને જે વળતર ચૂકવવામાં આવે છે, તે હવે કેન્દ્ર સરકારની GST કાઉન્સિલ રાજ્યને આપશે. જેમાં ગુજરાત રાજ્યને 2,100 કરોડ રૂપિયા ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.

રાજ્ય સરકારને GSTની આવકના શેષ અને વળતર રૂપે 2100 કરોડ મળશે, સહાય મુદ્દે 12 ઓક્ટોબરના રોજ ફરી બેઠક મળશે : નીતિન પટેલ

GSTની બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, GSTની બેઠકમાં તમામ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વના મુદ્દાઓ જેવા કે કોરોના અને લોકડાઉનને કારણે રાજ્યની આવકમાં ઘટાડો થયો છે, તે કટાર અને સરભર કરવા માટે રાજ્ય સરકાર અને GST કાઉન્સિલ દ્વારા લોન બાબતે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિકલ્પ રાજ્ય સરકાર RBI પાસેથી લોન લે અને રૂપિયાની ચુકવણી દેશની રકમમાંથી કરવામાં આવે છે. જ્યારે બીજા વિકલ્પ પ્રમાણે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને લોન આપે અને વ્યાજની રકમ દેશમાંથી એટલે કે GST કાઉન્સિલ જ કરે, પરંતુ અમુક વિપક્ષના રાજ્યો દ્વારા અલગ વિકલ્પ પસંદ કરવાના કારણે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત સરકારે વિકલ્પ એક એટલે RBI પાસેથી લોન લેશે અને તેનું વ્યાજ રાજ્ય તેની આવકમાંથી GST કાઉન્સિલને ભરશે.

આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને લોન પ્રાપ્ત થશે, તો આઠથી નવ હજાર કરોડ રૂપિયાની લોન મળી શકશે. જ્યારે આ લોન રાજ્ય સરકારને હપ્તા સ્વરૂપે ચૂકવવામાં આવશે. જ્યારે લોનનું વ્યાજ વર્ષ 2022 પછી ચૂકવવાનું રહેશે.

GST કાઉન્સિલ પાસેથી મળતી બાકી રકમ બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, સેટલમેન્ટની રકમ રાજ્ય સરકારને હવે પ્રાપ્ત થશે. જેમાં ગુજરાત રાજ્યને 1,100 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે. જે એક જ અઠવાડિયાની અંદર કેન્દ્રની GSTકાઉન્સિલ ગુજરાત સરકારને આપશે. આ સાથે 1,000 કરોડની રકમ પણ ગુજરાત સરકારને મળશે. આમ કુલ 2,100 કરોડ રૂપિયા ગુજરાત સરકારને સેસ અને સેટલમેન્ટની રકમ તરીકે પ્રાપ્ત થશે.

આ ઉપરાંત સમગ્ર દેશમાં ડુપ્લિકેટ બીલ્સ, GSTની વિગતો અને GSTની કચેરી સામે આવી રહી છે. ત્યારે આ સમગ્ર કૌભાંડ બાબતે GST કાઉન્સિલે લાલ આંખ કરી છે અને એક નવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. જે સોફ્ટવેરની મદદથી વેપારીએ કોની પાસેથી કેટલો માલ ખરીદ્યો, ક્યારે માલ ખરીદ્યો અને તે માલ ક્યા વેપારીને વેચાણ રૂપે આપવામાં આવ્યો તે તમામ વિગતોને સોફ્ટવેરની અંદર મૂકવી પડશે. જેથી કોઇપણ વેપારી ખોટા બીલ બનાવી શકશે નહીં અને GSTની આવકમાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details