- 7 ઓગસ્ટે વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરશે
- 3 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું
- 5 વર્ષમાં કરાયેલા કાર્યો બાબતે યોજવામાં આવી મહત્વની બેઠક
ગાંધીનગર : પાટીદાર આંદોલન (Patidar Andolan) બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે 3 ઓગસ્ટ 2016ના રોજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને 7 ઓગસ્ટ 2016ના દિવસે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે 7 ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરતા આજે બુધવારે કેબિનેટ બેઠક બાદ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
સતત 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન
પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. આમ તેમણે પાંચ વર્ષ અને ૨૯ દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ ૧૯૯૦ સુધી 83 દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનારા મુખ્યપ્રધાન બનશે.