GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12 હજાર કરોડનું લેણું બાકી, કોરોના નુકસાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ - નિતીન પટેલ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કોરોના કાળ દરમિયાન થયેલા નુકસાન બાબતે રાજ્ય સરકારને વળતર આપવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યોના નાણાંપ્રધાન અને નાણાં સચિવો જોડાયાં હતાં. જેમાં રાજ્ય સરકારને જીએસટી કાઉન્સિલે બે વિકલ્પો આપ્યાં છે. આ બે વિકલ્પો પર ચર્ચા કરીને સાત દિવસમાં કેન્દ્ર સરકારને જવાબ આપ્યાં બાદ જે વિકલ્પ પર વધુ જવાબ આવ્યાં હશે તે વિકલ્પ કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવશે.
![GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12 હજાર કરોડનું લેણું બાકી, કોરોના નુકસાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8580260-thumbnail-3x2-gst-counsil-7204846.jpg)
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
ગાંધીનગર : GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાપ્રધાનના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન રાજ્યના થયેલા આર્થિક નુકસાની બાદ જીએસટી કાઉન્સિલ રાજ્ય સરકારને વળતર કઈ રીતે ચૂકવે અને કેવી રીતે જીવવું તે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને જીએસટી કાઉન્સિલ પાસેથી 12,000 હજાર કરોડ રૂપિયા લેવાના નીકળે છે.
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ