ગુજરાત

gujarat

પોલીસ કર્મચારીઓને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

By

Published : Mar 17, 2021, 8:21 PM IST

રાજ્ય સરકારે પોલીસ અધિકારી/કર્મચારીઓને તણાવયુક્ત ફરજ બજાવી ઘરે પરત ફરે ત્યારે શાંતિ, સુખ અને આરામનો અનુભવ કરી શકે અને તેમનો પરિવાર પણ ગુણવત્તાસભર લાઇફ સ્ટાઇલ જીવ શકે તે માટે તેમના આવાસોના કાર્પેટ એરીયાના ક્ષેત્રફળમાં વધારો કરી વધુ સુવિધાયુક્ત આવાસો પૂરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 5.68 કરોડ રૂપિયાના ખર્ચે બી-કક્ષાના 32 આવાસો તથા મકનસર ખાતે બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર્સમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે બી-કક્ષાના 168 મળી કુલ 200 રહેણાંક મકાનોનું બાંધકામ પ્રગતિમાં છે. આ આવાસોની કામગીરી વર્ષ 2021ના અંતમાં પૂર્ણ થશે.

પોલીસ કર્મચારીઓને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા
પોલીસ કર્મચારીઓને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

  • મોરબીમાં 57.17 કરોડના ખર્ચે પોલીસ વિભાગ માટે રહેણાંક તથા બિન રહેણાંક મકાનોનું નિર્માણ થશે
  • બી-કક્ષાના 200 રહેણાંક મકાનોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં
  • વાંકાનેર તાલુકામાં 5.68 કરોડ રૂપિયાના ખર્ચે બી-કક્ષાના 32 આવાસો બની રહ્યા છે

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે દિવસ રાત ગુજરાતની પોલીસ ફરજ બજાવે છે. ગુજરાત પોલીસની અને તેના પરિવારની ચિંતા રાજ્ય સરકારની માત્ર ફરજ નહી, પરંતુ એક જવાબદારી બની જાય છે. તેના ભાગરૂપે રાજ્ય સરકારે પોલીસ અધિકારી/કર્મચારીઓને તણાવયુક્ત ફરજ બજાવી ઘરે પરત ફરે ત્યારે શાંતિ, સુખ અને આરામનો અનુભવ કરી શકે અને તેમનો પરિવાર પણ ગુણવત્તાસભર લાઇફ સ્ટાઇલ જીવ શકે તે માટે તેમના આવાસોના કાર્પેટ એરીયાના ક્ષેત્રફળમાં વધારો કરી વધુ સુવિધાયુક્ત આવાસો પૂરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરાનું પ્રદિપસિંહ જાડેજાએ કર્યું લોકાર્પણ

મોરબી નવો જિલ્લો હોવાથી પોલીસ વિભાગ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છેઃ પ્રદિપસિંહ જાડેજા

વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી નવો જિલ્લો હોવાથી પોલીસ વિભાગ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 5.68 કરોડ રૂપિયાના ખર્ચે બી-કક્ષાના 32 આવાસો તથા મકનસર ખાતે બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર્સમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે બી-કક્ષાના 168 મળી કુલ 200 રહેણાંક મકાનોનું બાંધકામ પ્રગતિમાં છે. આ આવાસોની કામગીરી વર્ષ 2021ના અંતમાં પૂર્ણ થશે. નવરચિત મોરબી જિલ્લામાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે 3.54 કરોડ રૂપિયાના ખર્ચે મકાનનું નિર્માણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં PSI ડ્રાઇવર, મિકેનીક અને ડ્યૂટી ઇન્ચાર્જને બેસવા માટેની સુવિધા તથા વાહનોની મરામત, મેન્ટેનન્સ, સ્પેર-પાર્ટ્સ સંગ્રહ તેમજ કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે તેમ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃવિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને

એક પણ પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં કાર્યરત નથી

નવરચિત મોરબી જિલ્લામાં મંજૂર થયેલા નવ પોલીસ સ્ટેશનો પોતાના મકાનમાં કાર્યરત છે, એકપણ પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં કાર્યરત નથી. રાજ્યમાં પોલીસ ખાતા માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોના નિર્માણ માટે વર્ષ 2019-20 માં 533.28 કરોડ, વર્ષ 2020-21 માટે 478.89 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આગામી વર્ષ 2021-22 માટે 871.28 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details