ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 18 જિલ્લામાં રમત-ગમતના મેદાન માટે એક પણ રૂપિયાની ફાળવણી કરી નથી - Assembly session

શાળામાં ભણતું બાળક એ રાજ્ય અને દેશનું ભવિષ્ય નક્કી કરે છે. બાળકમાં અનેક પ્રવૃત્તિઓ વિકસાવવા માટે રમત-ગમત પણ ખૂબ જ જરૂરી છે, જેથી રાજ્ય સરકારે પણ રમશે ગુજરાત જીતશે ગુજરાત નામનું સૂત્ર પણ આપ્યું છે, ત્યારે આજે ગુરુવારે વિધાનસભાગૃહમાં એવા આંકડા સામે આવ્યા કે, જેને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે કેવી રીતે રમશે ગુજરાત ને કેવી રીતે જીતશે ગુજરાત, કારણ કે રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષમાં 18 જિલ્લાઓમાં રમતગમતના મેદાન માટે એક પણ રૂપિયાની ફાળવણી કરી નથી.

સરકારે છેલ્લા 2 વર્ષમાં 18 જિલ્લામાં રમત-ગમતના મેદાન માટે એક પણ રુપિયાની ફાળવણી કરી નથી
સરકારે છેલ્લા 2 વર્ષમાં 18 જિલ્લામાં રમત-ગમતના મેદાન માટે એક પણ રુપિયાની ફાળવણી કરી નથી

By

Published : Mar 4, 2021, 3:23 PM IST

Updated : Mar 4, 2021, 3:49 PM IST

  • કેવી રીતે રમશે ગુજરાત?
  • 18 જિલ્લામાં રમત-ગમતના મેદાન માટે કોઈ ફાળવણી નહીં
  • છેલ્લા 2 વર્ષમાં મેદાન માટે એક પણ રૂપિયાની ફાળવણી નથી કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રમત-ગમતના મેદાન માટેની ફાળવણીને લઈ અનેક સવાલો કર્યા હતા જેના રાજ્ય સરકારે જવાબ આપ્યા હતા. આ જવાબને લઈ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, રાજ્ય સરકારે ગુજરાતના 18 જિલ્લાઓમાં રમત-ગમતના મેદાન માટે એક પણ રૂપિયાની ફાળવણી કરી નથી. વર્ષ 2019 અને વર્ષ 2020માં એક પણ રૂપિયા રાજ્ય સરકારે રમત-ગમતના મેદાનમાં ફાળવણી ન કરી હોવાના આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા હતા.

આ પણ વાંચોઃ બજેટ 2021-22 : કોઇ નવા વેરા નહીં, ઇલેક્ટ્રિક વાહનોમાં સબસીડી પણ પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં

કોંગ્રેસે કર્યા આક્ષેપ

બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રમત-ગમતના મેદાન માટે અમુક રકમ ફાળવવામાં આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારે જે રકમ ફાળવી છે તેમાં 18 જિલ્લાઓમાં એક પણ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી ન હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું છે. આ બાબતે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાતના જે મોટા મોટા બેનર લગાવવામાં આવે છે ત્યારે આ 18 જિલ્લાઓમાં એક પણ રૂપિયાની ફાળવણી નથી કરવામાં આવી તો ત્યાં બાળકો કેવી રીતે રમશે અને કેવી રીતે જીતશે.

આ પણ વાંચોઃ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે દિવંગત સભ્યોને ગૃહના નેતાઓએ ભાવાંજલિ અર્પી

Last Updated : Mar 4, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details