- રાજયના સરકારી કર્મચારીઓએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા
- 15 નવેમ્બરથી કાળી પટ્ટી ધારણ કરીને કરશે સરકારનો વિરોધ
- રાજ્યના કર્મચારીઓ આંદોલનની પણ ઉચ્ચારી ચીમકી
ગાંધીનગર : રાજ્યમાં નવનિયુક્ત સરકારની સામે આંદોલન અને હડતાલની ચીમકીઓ યથાવત છે ત્યારે આજે શુક્રવારે રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરીને સરકારનો વિરોધ કર્યો હતો. કેટલાય સમયથી સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને તમામ સરકારી કર્મચારીના એસોસિએશન દ્વારા જૂની સચિવાલય ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સરકાર સમક્ષ 11 મુદ્દાની માંગણીઓ મૂકવામાં આવી છે અને જો રાજ્ય સરકાર દ્વારા માગ સ્વીકારવામાં નહીં આવે તો ૧૫ નવેમ્બરથી સરકારી કચેરીમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
- ક્યાં મહત્વના મુદ્દાઓની માંગ કરવામાં આવી
- રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન સ્કિમ ફરીથી લાગુ કરવામાં આવે
- ૫૮ વર્ષે વય નિવૃત્તિનો સમય મર્યાદા વધારીને ૬૦ વર્ષની વય નિવૃત્તિ કરવામાં આવે
- રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવે
- રાજ્ય સરકાર સાતમો પગાર પંચ તાત્કાલિક ધોરણે ચુકવે
- જે કર્મચારીની ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય તેવા કર્મચારીને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી
- કર્મચારીઓને કેસલેસ વીમાની સુવિધા આપવી
- વર્ગ-૪ના કર્મચારીઓ માસ કરાર આધારિત સિસ્ટમ રદ કરવામાં આવે અને તમામ વર્ગ ૪ના કર્મચારીઓને કાયમી બનાવવામાં આવે
- ઉપરોક્ત તમામ માંગો નવેમ્બર સુધી માંગ સ્વીકારવામાં આવે
કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે