ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે જૂની પ્રથા બંધ કરી ઈ-ગેઝેટની સિસ્ટમ શરૂ કરી, 30 વર્ષ જૂના ગેઝેટ 1 મહિનાની અંદર વેબસાઈટ પર કરાશે અપલોડ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

રાજ્ય સરકારે (State Government) નાગરિકોને ઉપયોગી અનેક સેવાઓ હવે ઓનલાઈન (Online) કરી છે ત્યારે સરકારે વધુ એક આવો જ નિર્ણય કર્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani)એ વર્ષો જૂની પ્રથા બંધ કરીને હવે ગેઝેટ સિસ્ટમ (Gazette system) શરૂ કરી છે, જે અંતર્ગત મુખ્યપ્રધાને ગાંધીનગરમાં આજે egazette.gujarat.gov.inનું લોન્ચિંગ કરાયું હતું. આ નવી સિસ્ટમના કારણે વર્ષે 35 મેટ્રિક ટન પેપરની બચત થશે. જ્યારે જૂના ગેઝેટનું ડિજિટલાઈઝેશન (Digitization of Gazette) કરીને તેને પણ એક મહિનાની અંદર આ વેબસાઈટ પર અપલોડ કરવા વિભાગને સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારે જૂની પ્રથા બંધ કરી ઈ-ગેઝેટની સિસ્ટમ શરૂ કરી, 30 વર્ષ જૂના ગેઝેટ 1 મહિનાની અંદર વેબસાઈટ પર કરાશે અપલોડ
રાજ્ય સરકારે જૂની પ્રથા બંધ કરી ઈ-ગેઝેટની સિસ્ટમ શરૂ કરી, 30 વર્ષ જૂના ગેઝેટ 1 મહિનાની અંદર વેબસાઈટ પર કરાશે અપલોડ

By

Published : Jul 5, 2021, 4:06 PM IST

  • રાજ્ય સરકારે (State Government) નાગરિકોને ઉપયોગી અનેક સેવાઓ ઓનલાઈન (Services online) કરી છે
  • રાજ્ય સરકારે (State Government) જૂની પ્રથા બંધ કરી આજે ગેઝેટ સિસ્ટમ (Gazette system) શરૂ કરી છે
  • મુખ્યપ્રધાને (Chief Minister) egazette.gujarat.gov.inનું કર્યું લોન્ચિંગ (launching)
  • નવી સિસ્ટમ (New system)ના કારણે વાર્ષિક સરેરાશ 35 મેટ્રિક ટન પેપર (Metric tons of paper)ની બચત થશે

ગાંધીનગરઃ હવે રાજ્ય સરકાર (State Government)ના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિજિટલ-ઈ ગેઝેટ (Gazette Digital-e Gazette) સ્વરૂપે વેબસાઈટ (Website) પર ઓનલાઈન (Online) ઉપલબ્ધ થશે. જ્યારે વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગ (Gazette printing)ની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિજિટલ-ઓનલાઈન ગેઝેટ વેબસાઈટ (Digital-online gazette website) પર ઉપલબ્ધ થવાથી અંત આવશે, જેના આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે 35 મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે.

નવી સિસ્ટમ (New system)ના કારણે વાર્ષિક સરેરાશ 35 મેટ્રિક ટન પેપર (Metric tons of paper)ની બચત થશે

આ પણ વાંચોઃહવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...

ઈ-ગેઝેટ (E-Gazette)માં કોઈની અધિકૃતતા માટે QR કોડ

રાજ્ય નહીં પણ દેશ અને વિદેશની કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વેબસાઈટ (Website)ના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ (Download) કરી શકશે. એટલું જ નહીં ઈ-ગેઝેટ (E-Gazette)ની આવી ડાઉનલોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. જ્યારે હાલ વિભાગ પાસે 30 વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે. તે પણ એક મહિનાની અંદર આ વેબલાઈટ (Website) ઉપર અપલોડ કરી દેવાની સૂચના આપી દેવાઈ છે. આ ઉપરાંત જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઈટ (Website) ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી તે પણ વેબસાઈટ પર સરળતાએ મળી રહેશે. ઓનલાઈન ગેઝેટ થવાને કારણે હવે ગેઝેટના મેન્યૂઅલ રેકર્ડ (Manual record) નિભાવવામાંથી હવે મુક્તિ મળશે.

રાજ્ય સરકારે (State Government) નાગરિકોને ઉપયોગી અનેક સેવાઓ ઓનલાઈન (Services online) કરી છે

આ પણ વાંચોઃઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, આ લોકોને થશે ફાયદો

જૂના અને નવા ગેઝેટ માટે એક જ વેબસાઈટ (Website)

રાજ્ય સરકાર (State Government)ના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ-સેન્ટ્રલાઈઝ્ડ વેબસાઈટ (Centralized website) તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે. આ વેબ સાઈટ લોન્ચિંગ દરમિયાન કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર (Cottage Industry Secretary Sandeep Kumar), GILના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ (Gusia, managing director of GIL), સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક વિભાગના નાયબ સચિવ (Deputy Secretary, Directorate of Government Printing and Stationery) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details