- રાત્રિ કરફ્યૂનો 28 એપ્રિલથી અમલ કરવાનો રહેશે
- મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ રહેશે બંધ
- લગ્નમાં 50 અને અંતિમ વિધિમાં 20ની હાજરી
ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક બાદ 29 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરી છે. રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ નિયંત્રણ તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી અમલી રહેશે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું જાહેર
29 શહેરોમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે
29 શહેરોમાં ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. જેમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે. માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.