ગાંધીનગર: આ વર્ષના અંતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. ત્યારે રાજ્ય સરકારના નાણા વિભાગ (State finance department in action) દ્વારા વિકાસના કામો ઝડપીથી થઈ શકે તે માટે બાકી નીકળતા ટેક્સની ઉઘરાણીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં હવે રાજ્યભરીની ગ્રામ પંચાયતોમાં 100 ટકા વેરા વસૂલાતનો આદેશ (Order for collection of taxes in Gram Panchayats) પણ રાજ્ય સરકારે આપ્યો છે. તો હવે 31 જુલાઈ સુધી આ કામગીરી ઝૂંબેશરૂપે કરીને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ઘરે ઘરે પહોંચીને સૂચના આપવાના આદેશ -રાજ્યભરની 18,000થી વધુ ગ્રામ પંચાયતોને મહેસૂલ વિભાગ માટે 100 ટકા વસૂલાત કરવા જિલ્લા વિકાસ અધિકારીઓને રાજ્ય સરકારે સૂચના આપી છે. આગામી 31 જુલાઈ સુધીમાં 100 ટકા વસૂલી કરવા અને ગામના તલાટીને ઘરેઘરે પહોંચી કર વસુલ કરવા સ્પષ્ટ આદેશ (Order for collection of taxes in Gram Panchayats) પણ આપવામાં આવ્યા છે. આ માટે તાલુકા વિકાસ અધિકારીઓને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહેસૂલ કરીને નિયમિત વસૂલાત માટે 31મી જુલાઈ તારીખ છેલ્લી નિયત કરવામાં આવી છે, પરંતુ આમાં પણ હજુ વધારો થઈ શકે છે.
આંકડા રજૂ કરવાની સૂચના -રાજ્યમાં 18,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં જેને મહેસૂલી વેરા બાકી છે. તે તમામની વિગતો પણ એકઠી કરવામાં આવી (Order for collection of taxes in Gram Panchayats) રહી છે અને આ તમામ વિગતો રાજ્ય સરકારને સુપ્રપરત કરવાની સૂચના પણ જેતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપવામાં આવી છે. આમ, તાલુકા વિકાસ અધિકારીઓને એવી એ પણ જાણ કરવામાં આવી છે કે, મે સુધી કલ્પ કરવામાં કોઈ પણ મિલકત ધારક બાકાત ન રહે તે ફરજિયાત જોવાનું રહે છે.
આ પણ વાંચો-રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો