ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ને ( Gujarat Assembly Election 2022 ) અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 1 ઓક્ટોબર 2022 રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ( Electoral Roll Reform ) દરમિયાન આપી શકાય છે.મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નંબર 8માં 4.90 લાખથી વધુ ( Voter List Reform Process )અરજીઓ મળી છે.
મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) 12 મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.21 મી અને28મી ઓગસ્ટ તથા તા.04 થી અને 11મી સપ્ટેમ્બર 2022ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આટલા પ્રકારના સુધારા થયાંજે અંતર્ગત તા.12મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 51,782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 12,67,421ફોર્મ ( State Election Commission Received 1267000 forms ) સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 5,92,193 ફોર્મ નં.6 તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી 4,90,164 ફોર્મ નં.08 સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ 48,04,273 મતદારોએ મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.