ગાંધીનગરઃ રાજ્યમાં આગામી 13 જૂનથી શાળાઓ શરૂ (Schools to start in Gujarat) થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ ફરી શાળામાં અભ્યાસ કરવા જશે. જોકે, શાળાઓ શરૂ થાય તે પહેલાં જ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શાળાઓને કડક સુચના (Strict instruction to state schools) સાથે એક મહત્વની જાહેરાત (Education Department new announcement) કરી છે, જેમાં કોઈ પણ સારા વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીની ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી હશે તો તેવી શાળા વિરુદ્ધ કાયદેસરની દંડકીય કાર્યવાહી (Action against Schools) કરવામાં આવશે.
આ પણ વાંચો-Vidhya Samiksha Kendra Visit : આ વખતે વાઘાણી સિસોદિયાનો કેડો કેમ નથી મૂકી રહ્યાં? નેશનલ કોન્ફરન્સમાં રાજ્યોના શિક્ષણપ્રધાનોની મુલાકાત
સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ - આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ધ્યાનમાં રાખીને બિનઅનુદાનિત ખાનગી શાળા સામે દંડનીય કાર્યવાહીથી લઈને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ પણ (Strict instruction to state schools) કરવામાં આવી છે.
આ પણ વાંચો-પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી : રાજ્યના 33 જિલ્લામાં થશે કાર્યક્રમ, સીએમ ક્યાં હાજર રહેશે?
ચોક્કસ જગ્યાએથી ખરીદીનું દબાણ નહીંઃ શિક્ષણ પ્રધાન -રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Jitu Vaghani warns Schools ) આ બાબતે જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ ધરાવતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ (Action against Schools) કરવામાં આવશે. એટલું જ નહીં, અનિયમિતતા જતી ખાનગી શાળાઓ સામે પહેલી વખત રૂપિયા 10,000 અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં 25,000 રૂપિયા સુધીના દંડ કરવાની શિક્ષણ વિભાગ (Education Department new announcement) દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત 5 કે તેથી વધુ વખત અનિયમિતતા કરે તો તેવી કિસ્સામાં શાળા અથવા તો સંસ્થાની માન્યતા રદ પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા શિક્ષણ અધિકારીને અપાઈ સૂચના -રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખી રાજ્યના શિક્ષણ પ્રધાને (Jitu Vaghani warns Schools ) વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. આમ, અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓને ચુસ્તપણે પાલન થાય. તે માટે રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પણ નિયમાનુસાર કાર્યવાહી (Action against Schools) હાથ ધરવાના આદેશ પણ રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department new announcement) દ્વારા આપવામાં આવ્યા છે.