ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી રાજ્યની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ - direct hearings in courts

ગુજરાત હાઇકોર્ટના સર્ક્યુલર બાદ આજે 7 જૂનથી તમામ નીચલી અદાલતો રાબેતા મુજબ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ સેશન્સ કોર્ટ, મેટ્રોપોલિટન કોર્ટ, ફેમિલી કોર્ટ અને ગ્રામ્ય કોર્ટ જેવી તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સોમવારના રોજથી શરૂ કરવામાં આવી છે.

gujarat high court
gujarat high court

By

Published : Jun 7, 2021, 4:45 PM IST

  • આજથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ
  • 7 જૂનથી કોર્ટ શરૂ કરવા ગુજરાત હાઇકોર્ટે બહાર પાડ્યો હતો સર્ક્યુલર
  • કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કોર્ટમાં આપવામાં આવી રહ્યો છે પ્રવેશ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના સર્ક્યુલર બાદ આજે 7 જૂનથી તમામ નીચલી અદાલતો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ સેશન્સ કોર્ટ, મેટ્રોપોલિટન કોર્ટ, ફેમિલી કોર્ટ અને ગ્રામ્ય કોર્ટ જેવી તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સોમવારના રોજથી શરૂ કરવામાં આવી છે.

આજથી રાજ્યની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ

કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત

કોરોના સંક્રમણમાં હવે ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સર્ક્યુલર બહાર પાડીને નીચલી અદાલતોને પ્રત્યક્ષ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સોમવારથી શરૂ થતા તમામ વકીલો, તમામ સ્ટાફ તેમજ અન્ય લોકોએ પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે. આ સાથે જ ગેટ પર પણ સ્ટાફ દ્વારા શારીરિક તાપમાનની તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details