- રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કર્યો કાર્યક્રમ
- ધોરણ 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ માટે તારીખ જાહેર કરાઈ
- 12 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના થશે શરૂ
- 30 દિવસ સુધી કામકાજ ઓનલાઈન ચાલુ રહેશે
ગાંધીનગર: કોરોના કાળમાં શાળાઓ શરૂ થઈ નથી, ત્યારે ગત મહિને રાજ્ય સરકારે કેબિનેટમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે, ત્યારે શુક્રવારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે ધોરણ 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે, જે પ્રમાણે 12 ફેબ્રુઆરીથી બોર્ડના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે, જે 12 માર્ચ સુધી કાર્યરત રહેશે.
30 દિવસ સુધી કાર્યરત રહેશે
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, 12 ફેબ્રુઆરીથી ધોરણ 12ના સામાન્ય પ્રવાહના અને અન્ય ભરવાના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જે 12 માર્ચ સુધી રાત્રિના 12 કલાક સુધી કાર્યરત રહેશે ફક્ત ઓનલાઇન ફોર્મ જ આ વર્ષે ભરવાના આવશે. જ્યારે નિયત કરેલી પણ ઓનલાઇન જ કરવામાં આવશે તેવી પણ ઉલ્લેખ પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્ય 30 દિવસ સુધી કાર્યરત રહેશે.
ફી પણ ભરવાની રહેશે ઓનલાઈન
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની પણ ઓનલાઇન મારફતે જ ભરવાની રહેશે. આ બાબતે પણ પરિપત્રમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે આ વર્ષે પાંચ લાખથી વધુ બાળકો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં હાજર રહે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે, જ્યારે આ પરીક્ષાના ફોર્મ રિપિટર વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન ભરી શકશે.