- માસ પ્રમોશન બાદ ધોરણ 10નું પરિણામ જાહેર
- કુલ 8,57,204 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
- A1 ગ્રેડ સાથે કુલ 17,186 વિદ્યાર્થીઓ થયા પાસ
- માતૃભાષા ગુજરાતી અને ગણિત વિષયમાં વિદ્યાર્થીઓનું નબરૂ પરિણામ
ગાંધીનગર: કોરોનાની બીજી લહેરના કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ10ના નિયમિત વિદ્યાર્થી(Students)ઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે મંગળવારે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓ(Students)નું સત્તાવાર પરિણામ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 8,57,204 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.
ક્યાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ
ગ્રેડ | વિદ્યાર્થીઓ |
A1 | 17,186 |
A2 | 57,362 |
B1 | 1,00,973 |
B2 | 1,50,432 |
C1 | 1,85,266 |
C2 | 1,72,253 |
D | 1,73,732 |
માતૃભાષા ગુજરાતીમાં 1,36,557 વિદ્યાર્થીઓને D ગ્રેડ
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતની માતૃભાષા એવી ગુજરાતી ભાષામાં જ 1,36,557 વિદ્યાર્થીઓને D ગ્રેડ પ્રાપ્ત થયો છે. આમ ગુજરાતી ભાષામાં જ વિદ્યાર્થીઓ નબળા હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. જ્યારે ટકાવારીની વાત કરવામાં આવે તો 15.93 ટકા વિદ્યાર્થીને ગુજરાતી ભાષામાં D ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી
સૌથી વધુ D ગ્રેડ ગણીત વિષયમાં
ગુજરાતી બાદ ગણિત વિષયમાં સૌથી વધુ 2,73,699 જેટલા વિદ્યાર્થીઓ(Students)ને D ગ્રેડ પ્રાપ્ત થયો છે. આમ તમામ વિષયો કરતાં ગણિત વિષયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ કાચા રહ્યા હોય તેવું પરિણામ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. જ્યારે વિજ્ઞાન વિષયમાં 2,60,478 અને સામાજિક વિજ્ઞાનમાં 1,68,490 વિદ્યાર્થીઓને D ગ્રેડ પ્રાપ્ત થયો છે.
ક્યાં જિલ્લાનું સૌથી સારું પરિણામ?