ગાંધીનગર :સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં સૌથી વ્યસ્ત એવા કેબિનેટ પ્રધાન અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સાથે આરોગ્યપ્રધાન તરીકેની ફરજ નિભાવતાં નીતિન પટેલની ચેમ્બરની બહાર આરોગ્ય વિભાગ દ્વારા ખાસ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. જેનું કામ ફક્ત એટલું જ છે કે જે કોઈ પણ વ્યક્તિ નીતિન પટેલની ઓફિસમાં પ્રવેશ કરે તે પહેલાં તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવું અને હાથમાં સેનેટાઈઝર આપ્યાં બાદ જ પ્રવેશ આપવાની જવાબદારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઓફિસ ખાતે તમામ દિવસોમાં જાહેર જનતાનો ધસારો જોવા મળે છે. જ્યારે અન્ય પ્રધાનોની ઓફિસમાં અઠવાડિયામાં ફક્ત એક કે બે દિવસ જ સામાન્ય જનતાનો ધસારો જોવા મળતો હોય છે. જેથી ફક્ત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઓફિસ ખાતે થર્મલ સ્કેનિંગ અને સેનેટાઇઝર સિસ્ટમ કરવામાં આવી છે. જ્યારે સ્વર્ણિમ સંકુલ 1માં પ્રવેશ કરતાં સમયે પણ સરકાર દ્વારા ખાસ થર્મલ કેમ મૂકીને કોવિડ 19નું સંક્રમણ સ્વર્ણિમ સંકુલમાં ન થાય તે માટેની વ્યવસ્થા કરી છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ચેમ્બર બહાર ખાસ આરોગ્યની ટીમ, સ્વર્ણિમ સંકુલ 1માં થર્મલ કેમ સિસ્ટમ અને સ્વર્ણિમ 2માં ઓટોમેટિક સેનેટાઈઝર મશીન મૂકાયા - ETVBharatGujarat
રાજ્યમાં કોવિડ 19ની પરિસ્થિતિ વચ્ચે અનલોક 1માં રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓ શરૂ કરી છે. ગાંધીનગર સચિવાલયની વાત કરવામાં આવે તો કોવિડ 19થી બચવા તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. સચિવાલયના ગેટ પર થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝર આપ્યાં બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ફક્ત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ચેમ્બર બહાર ખાસ થર્મલ સ્કેનિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
SS વનમાં નીતિન પટેલની ચેમ્બર બહાર ખાસ આરોગ્ય ટીમ, થર્મલ કેમ સહિત તમામ સાવધાની રખાઈ
વધુ વાત કરવામાં આવે તો સ્વર્ણિમ સંકુલ 2 ખાતે સેન્સરવાળા ઓટોમેટિક સેનેટાઈઝર મશીન મુકવામાં આવ્યાં છે. જ્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેમેરા થર્મલ સ્ક્રિનિંગ સિસ્ટમ મૂકીને સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના સંક્રમણથી બચવાના તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ
Last Updated : Jun 9, 2020, 10:22 PM IST