- વિમલ ચુડાસમા મંગળવારે શર્ટ પહેરીને આવ્યા
- અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન આપ્યા
- સોમવારે ટી-શર્ટ પહેરવા મુદ્દે ગૃહમાં જામ્યો હતો જંગ
ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. બુધવારના રોજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિમલ ચુડાસમાને જાહેરમાં ટકોર કરી હતી કે, હવે ટીશર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવશો નહીં, ત્યારે સોમવારે તેમને ફરીથી ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. ફરીથી તેમને જાહેરમાં ટકોર કરી હતી. આ ઉપરાંત સાર્જન્ટ દ્વારા તેમને બહાર કાઢી મૂકવાનો હુકમ પણ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આપ્યો હતો. જે બાદ મંગળવારના રોજ વિધાનસભા ગૃહમાં વિમલ ચુડાસમા શર્ટ પહેરીને આવતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો -વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવવા બદલ અધ્યક્ષે કોંગી ધારાસભ્યને હાંકી કાઢ્યા
ટી-શર્ટ પહેરવા મુદ્દે પક્ષ-વિપક્ષ આવ્યા હતા આમનેસામને
સોમવારે વિધાનસભા ગૃહમાં એક નોટિસ દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાહેરમાં ટકોર કરી હતી અને ટી-શર્ટ પહેરીને આવવુ એ વિધાનસભાની ગરિમાને શોભે નહીં, તેથી હવે વિધાનસભાની ગરિમાને શોભે તેવા કપડાં પહેરીને આવવાની વાત કરી હતી, ત્યારે પક્ષ અને વિપક્ષ બન્ને આમને-સામને આવી ગયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ અંગે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં કયા કપડા પહેરવા અને કયા કપડા ન પહેરવા તે અંગેની કોઇ પ્રકારની જોગવાઇ નથી. સંવિધાન પ્રમાણે કોઈપણ વ્યક્તિ પોતાને મનગમતા કપડા પહેરી શકે છે, જ્યારે શાસક પક્ષ દ્વારા 3 દિવસ સસ્પેન્ડ કરવાની વાત કરી હતી, પણ અંતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દો પરત ખેંચ્યો હતો.