ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ - Disposal of application
વર્તમાન સમયમાં ટેક્નોલોજીના વધતા જતા ઉપયોગ સામે તેનો ગેરફાયદો પણ એટલો જ વધ્યો છે. હાલમાં સાયબર ક્રાઈમમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. મોબાઈલ પર ઓટીપી મોકલીને આંખના પલકારામાં ચોર લાખો રૂપિયા હડપ કરી જાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનોમાં આવેલા સાયબર ક્રાઈમની અરજીનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કર્યો છે.
ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ
ગાંધીનગરઃ દેશ અને દુનિયામાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી બદલાઈ રહી છે. ચોર હાઇટેક બની રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડી મોટા પ્રમાણમાં થઈ રહી છે. મોબાઈલ ઉપર મેસેજ મોકલીને આંખના પલકારામાં ચોર લાખો રૂપિયા હડપ કરી લેતાં હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઈમને ફરિયાદ દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડા ગંભીર બન્યા છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ સાયબર ક્રાઈમની અરજીનો તાત્કાલિક નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.