ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં બર્ડફલૂના કેસ સંદર્ભમાં પક્ષી બચાવ-સારવાર માટે અનુસરવાની S.O.P જાહેર - વલસાડ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં રાજ્યના જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં નોંધાયેલા બર્ડફલુના કેસોના સંદર્ભમાં આ વર્ષના કરૂણા અભિયાન-2021 અંતર્ગત પક્ષી બચાવ અને સારવાર કામગીરીમાં વિશેષ કાળજી-તકેદારી રાખવાની સૂચનાઓ આપી છે.

bird flu Guideline
bird flu Guideline

By

Published : Jan 11, 2021, 9:31 PM IST

  • મુખ્યપ્રધાને વન વિભાગ-પશુપાલન વિભાગ સાથે બેઠક યોજી
  • મુખ્યપ્રધાન રૂપાણીએ માર્ગદર્શક સૂચનાઓ આપી
  • પશુ પક્ષીની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરી

ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણીએ પક્ષીઓમાં ઝડપથી ફેલાતા આ બર્ડફલૂ રોગ અને રોગ્રસ્ત પક્ષીના સંપર્કમાં આવતા વ્યકિત-માનવીઓને પણ આ રોગનો ચેપ લાગી શકે છે, તેની સંભાવનાઓ ધ્યાને લઇ આવા પક્ષીઓની કરૂણા અભિયાન દરમિયાન બચાવ-સારવાર કામગીરીમાં જોડાનારા કર્મચારી-અધિકારીઓ તેમજ NGOના સ્વયંસેવકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) નિયત કરી છે.

માર્ગદર્શિકાની હાઈલાઈટ્સ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરમાં વન પર્યાવરણ અને પશુપાલન વિભાગના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ અંગેની વિસ્તૃત કાર્યયોજના નિર્ધારીત કરી છે. આ અંગે સંબંધિત વિભાગોને જે માર્ગદર્શીકા અનુસરવા સૂચનાઓ આપી છે. જે નીચે મુજબ છે :

  • કરૂણાા અભિયાનની તમામ કામગીરી દરમિયાન પ્રવર્તમાન કોવિડ 19 અંગેની તમામ ગાઇડલાઇન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સેનિટાઇઝરના ઉપયોગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
  • રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં નોંધાયેલી છૂટાછવાયા બર્ડ ફલુના કેસ ધ્યાનમાં રાખીને કરૂણા અભિયાનમાં મર્યાદિત સંખ્યામાં બિનસરકારી સંસ્થાના સ્વયંસેવકો ભાગ લે તે ઇચ્છનિય હોવાથી તમામ સહભાગી સંસ્થાઓએ આ કામગીરી માટે સિમીત સંખ્યામાં સ્વયંસેવકો ફાળવવાના રહેશે.
  • પક્ષી બચાવ અને સારવાર દરમિયાન વન વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓએ ડિસ્પોઝેબલ PPE શુટ અને હાથના મોજા ફરજિયાત પહેરવાના રહેશે.
  • જો કોઇ મૃત પક્ષી મળી આવે તો તેને ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગમાં પેક કરી નજીકના પશુપાલન વિભાગના સારવાર કેન્દ્રમાં અલગથી સુપ્રત કરવાનું રહેશે.
  • ઘાયલ પક્ષીઓને કાળજીપૂર્વક યોગ્ય કન્ટેનરમાં મૂકી સારવાર કેન્દ્ર પહોંચતા કરવાના રહેશે.
  • કન્ટેનરને દરેક ઉપયોગ બાદ વ્યવસ્થિત સેનિટાઇઝ કરવાનું રહેશે.
  • જે બિનસરકારી સંસ્થાઓ કરૂણાા અભિયાનમાં સહભાગી થવા માંગતી હોય તેમને તેમના તમામ સ્વયંસેવકોને પૂરતા પ્રમાણમાં PPE શુટ, હાથના મોજા, ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર ફરજિયાત પૂરા પાડવાના રહેશે.
  • જે સંસ્થાઓ ઉપરોકત સાધન-સામગ્રી પૂરી પાડી સક્ષમ ન હોય તેઓ કરૂણા અભિયાનમાં જોડાઇ શકશે નહી.
  • રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં કોર્પોરેશનના કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં PPE શુટ, હાથના મોજા, ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર આપી 11થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓને વિવિધ વિસ્તારમાંથી કાળજીપૂર્વક એકત્ર કરી નજીકના સારવાર કેન્દ્રો ઉપર પહોંચાડવાની કામગીરી સોંપવાની રહેશે.
  • આ માટે સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોએ વન વિભાગ અને પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓનું માર્ગદર્શન અને સહયોગ મેળવવાનો રહેશે.
  • આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વનપર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પશુપાલન નિયામક ફાલ્ગુની અને અગ્ર મુખ્ય વનસંરક્ષક ટિકેદાર ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details