- બિલ્ડિંગના નિર્માણ સમયે પુત્રનું થયું હતું અવસાન
- પોલીસ ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી
- જિલ્લા પોલીસ વડાને કરી અરજી
ગાંધીનગર:સેક્ટર-11 ખાતે બિલ્ડીંગ પડી ગઈ હતી. જેમાં માટી ધસી પડી હતી. મૂળ દાહોદના ફરિયાદી ભરતભાઈ મછારના દીકરાનું અવસાન થયું હતું. જે મામલે ભરતભાઈએ પોતાના પુત્રનું અવસાન થતાં કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે પૂર્વ મેયરના પતિ કેતન પટેલે આ ફરિયાદ પાછી ખેંચવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેવો આક્ષેપ ભરતભાઈએ અરજીમાં કર્યો છે. જેમણે જિલ્લા પોલીસને આ મામલે અરજી કરી હતી.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
જિલ્લા પોલીસ વડાને કરી અરજી
તેમને અરજીમાં એવું લખ્યું હતું કે, અમે ફરિયાદી ST હોવાથી અને લોભ લાલચ આપીને કેસ પરત લેવા માટે વારંવાર દબાણ કરે છે. 'તને જીવતો નહીં રહેવા દઉં અને ગાંધીનગરમાંથી ગાયબ કરી દઈશ.' આ પ્રકારે અરજીમાં તેમને ઉલ્લેખ કર્યો હતો. ભરતભાઈ મછારે અરજીમાં જણાવ્યું હતું કે, અમને ફરિયાદ રદ કરવા વારંવાર ધમકી આપી દબાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, એક ગંભીર
કેસ પરત લઇ લેવા માટે વારંવાર દબાણ કરે છે
ભરતભાઈએ અરજીમાં જણાવ્યું હતું કે, કેતન પટેલ રાજકીય વગ ધરાવે છે. તેમનો રાજકીય મોટો હોલ્ટ પણ છે. અમારા જેવા ગરીબ માણસને ફરિયાદ રદ કરવા અને આગોતરા જામીન મેળવવા બાબતે અમને તેમની તરફેણમાં સોગંદનામું કરવા અને ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કરી રહ્યા છે. અમને ધાક-ધમકી અને લોભ-લાલચ આપીને કેસ પરત લઇ લેવા માટે વારંવાર દબાણ કરે છે. અમારા છાપરે આવીને તોડફોડ કરી ધાક ધમકી તેમજ ગંદી ગાળો બોલી ફરિયાદ પરત લેવા તેમજ તેમની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરવા દબાણ કરે છે. જેથી અમને સંરક્ષણ પુરૂં પાડવા માટે અને તેના સાગરિતોને પકડી પાડવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.