● ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
● ગાંધીનગરની જનતાએ ફરી ત્રીજા પક્ષને આપ્યો જાકારો
● કોંગ્રેસની નૈયા ફરી ડૂબી
ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના વિજય (GMC Election Result) મુદ્દે સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન પ્રદીપ પરમારે ETV Bharat સાથે જીએમસી ચૂંટણીમાં ભાજપના વિજય અંગે પ્રતિક્રિયા આપી હતી.
પાટીલને જશ આપ્યો
સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપના કાર્યકરોમાં નવી શક્તિનો સંચાર થયો છે. પેજ સમિતિના કાર્યથી આ અદ્ભુત પરિણામ મળ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આ લોકસભા મતવિસ્તાર છે. નવા કોર્પોરેટરોએ કેટલું એક્ટિવ રહેવું પડશે?
ગાંધીનગર જ્યારથી મહાનગરપાલિકા બની છે. ત્યારથી ત્યાં ભગવો લહેરાયો ન હતો. તે એક જ કમી ભાજપને નડતી હતી, તે હવે દૂર થઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આ લોકસભા મતવિસ્તાર હોવાથી આ તેમને ભાજપ તરફથી નાનકડી ભેટ છે.
પેજ સમિતિના કાર્યથી આ અદ્ભુત પરિણામ મળ્યુંઃ પરમાર વિપક્ષના કોરોના ફેલાવવાના આક્ષેપો પર શું કહેશો ? જો જીતા વહી સિકંદર. ભાજપે કોરોનાકાળમાં પ્રજાની સેવા કરી છે. વિપક્ષના નિવેદનોથી પ્રજાને ફેર પડ્યો નથી. ભાજપનો કાર્યકર્તા સુખમાં અને દુઃખમાં પ્રજાની વચ્ચે રહ્યો છે.
આગામી ચૂંટણીમાં 182નું લક્ષ્ય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું છે, શું કહેશો?
ભાજપને આ ચૂંટણીમાં (GMC Election Result) 44માંથી ફક્ત 03 સીટ ગુમાવવી પડી છે. આ ભવ્ય વિજય છે. આગામી લક્ષ્ય 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખે સી.આર પાટીલે તમામ 182 બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું છે. તેને પૂર્ણ કરવા ભાજપ પૂરતી મહેનત કરશે.
આ પણ વાંચોઃ ભાજપની ગાંધીનગર મહાનગરપાલિકામાં ભવ્ય જીત અને વિજયોત્સવ
આ પણ વાંચોઃ ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી લડેલા 'આપ'એ જીતી 1 બેઠક, મેળવ્યા 17 ટકા મત