ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે

ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel)ની નવી સરકાર દ્વારા KNOW YOURS FARMERની સ્કીમ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે નવી(State Government's new announcement) સ્કીમ પ્રમાણે તમામ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમાં સહાય(Assist farmers in purchasing smartphones)ની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત પ્રમાણે રાજ્ય સરકારે ખેડૂતોને ફોનની કિંમતના 10 ટકા અથવા તો રૂપિયા 1500 જે ઓછું હશે તે રીતની સહાય ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકારે 1500 કરોડનું બજેટ પણ ફાળવી(state government also allocated a budget of Rs 1,500 crore) દીધું છે.

સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે
સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે

By

Published : Nov 21, 2021, 10:04 AM IST

  • રાજ્ય સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત
  • ખેડૂતોને સ્માર્ટ ફોન મેળવવા અપાશે સહાય
  • ફોનની કિંમતના 10 ટકા રકમ આપશે સરકાર
  • સરકારે 1500 કરોડનું બજેટ ફાળવ્યું

ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel)ની નવી સરકારે ખેડૂતો માટે હવે સ્માર્ટ ફોનની(Assist farmers in purchasing smartphones) ખરીદી પર સહાય ચૂકવવાની(State Government's new announcement) જાહેર કરી છે. જે અંતર્ગત 1500 કરોડ રુપિયાનું બજેટ(state government also allocated a budget of Rs 1,500 crore) પણ ફાળવી દેવામાં આવ્યું છે. આ સ્માર્ટ ફોનથી ખેડૂતોને અનેક લાભ પણ થઇ શકે છે. તેમજ અત્યારે કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ પણ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને IT ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેતી ઉપયોગી અધ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવવામાં ઉપયોગી રહેશે જેમાં ખેડૂતો દ્વારા હવામાન વિભાગની આગાહી વરસાદની આગાહી સંભવિત રોગ જીવાતનો ઉપદ્રવની માહિતી મેળવી શકશે.

કોને મળી શકે લાભ

રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાને પાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાને પાત્ર રહેશે જ્યારે સંયુક્ત ખાતાના કિસ્સાઓમાં ખેડૂતોને તેઓની જમીનના 8-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારોને લાભ મળવાપાત્ર રહેશે જ્યારે આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા આઇ ખેડૂત પોર્ટલ(I Khedut Portel) પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે ત્યારબાદ જ અરજદાર ખેડૂતોને અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.

અરજી પાસ થઈ હોય તો 15 દિવસમાં લેવો પડશે નવો ફોન

રાજ્ય સરકારે ઠરાવમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ ખેતી નિયામક દ્વારા તે અરજી અને ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી કર્યા બાદ લક્ષ્યાંકની મર્યાદામાં મળેલ આવતી અરજીઓની તાલુકા અમલીકરણ અધિકારી એ મંજૂર કરી સંબંધિત અરજદારને પૂર્વ મંજૂરી પત્ર આપવાના રહેશે જ્યારે પસંદ થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશ ની તારીખથી 15 દિવસમાં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે અને નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલી અરજીની પ્રિન્ટ આઉટ સાથે મોબાઇલનો આઇ.એમ.આઇ નંબર-8 અની નકલ, રદ કરેલ ચેક અને આધાર કાર્ડની નકલ સાથેના પુરાવા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારીને રજુ કરવાના રહેશે.

સહાયની ઓનલાઇન ચુકવણી થશે

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે તે સહાયની ચુકવણી ખેડૂતોને પોતાના બેંક ખાતામાં સહાયની રકમ મળવાને પ્રાપ્ત થશે આમ સહાયની ચુકવણી પણ ઓનલાઇન કરવામાં આવશે જ્યારે આ યોજના રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ભાજપમાં વિખવાદ! પાટીલ રાજકોટના પ્રવાસે, પણ એકેય કાર્યક્રમમાં હાજર જોવા ન મળ્યા રૂપાણી

ABOUT THE AUTHOR

...view details