ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: સરકાર દ્વારા કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી - k.a.puj

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત 6 ઑગસ્ટની મધરાત્રીએ લાગેલી આગની ઘટનામાં 8 વ્યક્તિઓનાં મોત થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ETV BHARAT
સરકાર દ્વારા કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી

By

Published : Aug 12, 2020, 4:20 AM IST

ગાંધીનગર: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત 6 ઑગસ્ટની મધરાત્રીએ લાગેલી આગની ઘટનામાં 8 વ્યક્તિઓનાં મોત થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ તપાસપંચ 3 માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.

આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બન્ને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો છે.

રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય, તે માટે સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની નિમણૂક કરવામાં આવી છે.

આ તપાસ પંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે 3 મહિનામાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details