ગુજરાત

gujarat

ETV Bharat / city

શંકરસિંહ વાઘેલાએ કોરોનામાં સરકારને મદદ કરવા માટે પત્ર લખ્યો - કોવિડ 19

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાને કોરોનામાં સરકારની તેમજ લોકોની મદદ કરવા અર્થે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જાણકારી આપી હતી. પોતાની કોલેજો કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે તૈયારી બતાવી.

શંકરસિંહ વાઘેલાએ કોરોનામાં આર્થિક મદદ કરવા જણાવ્યું
શંકરસિંહ વાઘેલાએ કોરોનામાં આર્થિક મદદ કરવા જણાવ્યું

By

Published : Apr 12, 2021, 7:10 PM IST

Updated : Apr 12, 2021, 8:51 PM IST

  • શંકરસિંહ વાઘેલાએ કોરોનામાં આર્થિક મદદ કરવા જણાવ્યું
  • પોતાની સંસ્થા આ માટે તત્પર છે તેવું જણાવ્યું
  • આડકતરી રીતે સરકારને કોરોનામાં નિષ્ફળ ગણાવી

ગાંધીનગર: કોરોનાની અત્યારની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે, ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા દ્વારા સરકારને પોતાની સંસ્થાથી મદદ કરવા જણાવ્યું છે. પોતાની કોલેજોને હોસ્પિટલમાં પરિવર્તિત કરવા તેમજ ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવા સરકારને સહકાર આપતો પત્ર લખ્યો છે. 'આ કપરા સમયમાં માનવતાના આધારે આપની સમક્ષ દરખાસ્ત મુકુ છું' તેવુ શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા યાત્રાધામ અંબાજીની મુલાકાતે

આરોગ્ય વિભાગ અને સરકાર કઠણાઈનો અનુભવ કરી રહી હોય તેમ લાગે છે

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પત્રમાં કહ્યું હતું કે, હાલની કોરોનાની ભયંકર રીતે ખરાબ થતી પરિસ્થિતિમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપને અવકાશ હોવો જોઈએ નહીં. સરકાર અને આરોગ્ય વિભાગ આ પરિસ્થિતિને પહોંચી વળવા તકલીફ અને કઠણાઈનો અનુભવ કરી રહી હોય એવું લાગે છે. અત્યારે ઇન્જેક્શન, ઓક્સિજન અને દર્દી માટેની પથારીઓને પ્રાથમિકતા આપવી જોઈએ. ઓક્સિજન તેમજ ઇન્જેક્શનના અભાવના કારણે દર્દીઓના મૃત્યુ થાય તે સરકારની નાલેશી કહેવાય. આવા કપરા સમયે હું સરકારને મારા ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા ચાલતી સંસ્થાઓથી મદદ કરવા તત્પર છું.

આડકતરી રીતે સરકારને કોરોનામાં નિષ્ફળ ગણાવી

આ પણ વાંચો:શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા આવે તો કોંગ્રેસ અને ભાજપને શું ફાયદો?

ગાંધીનગરમાં ચાલતી કોલેજોને કોવિડ સેન્ટરમાં ફેરવવા જણાવ્યું

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, મારી એક કોલેજ ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર છે અને બીજી ગાંધીનગર સેક્ટર-28માં છે. કોલેજોને હોસ્પિટલમાં પરિવર્તિત કરવા તેમજ કોવિડ સેન્ટર બનાવવા સરકારને જે ઉપયોગ કરવા ઠીક લાગે તેમાં મારો સહકાર છે. તેવું પત્રમાં જણાવ્યું હતું. જે આજે દર્દીઓ આર્થિક રીતે નબળા છે, તેઓને દવા તેમજ અન્ય સારવારમાં ફાઉન્ડેશન દ્વારા યોગ્ય મદદ કરવામાં આવશે. તેવું તેમને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું.

Last Updated : Apr 12, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details