- આંદોલનના સમર્થનનો હુંકાર કરતા શંકરસિંહ વાઘેલા ઘરની બહાર ન નીકળી શક્યા
- શંકરસિંહ ગાંધીઆશ્રમ થઇને જવાના હતા દિલ્હી
- પોલીસ છાવણીને કારણે બાપુએ ઘરે રહીને જ સંતોષ માન્યો
ગાંધીનગરઃ આજે સવારે 11 કલાકની આસપાસ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ગાંધીનગરથી અમદાવાદ ગાંધી આશ્રમ સુધી જવાના હતા. ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પાસે ‘ચલો દિલ્હી’ના હુંકાર સાથે દિલ્હી જવા રવાના થવાના હતા. પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી તેઓ ઘરમાં જ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતેના તેમના સમર્થકોને અમદાવાદ પોલીસે ડિટેઇન કર્યા હતા.
શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા આંદોલનને સમર્થન આપવા બાપુ જવાના હતા દિલ્હીશંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી કે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન કરવા માટે તેઓ દિલ્હી જશે. આ બાબતે તેઓએ દિલ્હી પોલીસ કમિશનરને પણ પત્ર વ્યવહાર કરીને જાણ કરી હતી. પરંતુ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનેથી જ તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આ પણ વાંચોઃ ભાજપને અટલજીનું માન હોય તો કાયદા પાછા ખેંચે, નહીં તો 26 ડિસેમ્બરથી આંદોલન કરીશું : શંકરસિંહ વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, સરકાર 25 ડિસેમ્બર રાતના બાર વાગ્યા સુધી વિચારણા કરીને કૃષિ બિલ પાછું નહીં લે તો 26 ડિસેમ્બરેના રોજ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત કર્યા બાદ દિલ્હી ખાતે આ ચોક્કસ મુદ્દતના ધરણા કરશે.
પોલીસે વસંત વગડા પાસે ગોઠવ્યો હતો ચુસ્ત બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા અમદાવાદ પહોંચી શક્યા ન હતા. કારણ કે, પોલીસે વસંત વગડા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરંતુ અમદાવાદમાં તેમના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે પેનલ લગાવીને ખેડૂતો આંદોલનને સમર્થન આપ્યું હતું અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પોલીસે તમામ કાર્યકર્તાઓ ની અટકાયત પણ કરી હતી.