ગુજરાત

gujarat

ETV Bharat / city

શાળા પ્રવેશોત્સવ 2022 : મહેસાણાના રુપપુરામાં ઘોડે ચડ્યાં પ્રધાન, જૂઓ આકર્ષક દ્રશ્યો - Education Minister Jitu Vaghani

રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2022ની શરુઆત થઇ ચૂકી છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી મહેસાણાના રુપપુરા ગામમાં આ કાર્યક્રમને (Shala Praveshotsav 2022) લઇને પહોંચ્યાં હતાં. જ્યાં ગામજનોની લાગણી પૂરી કરતાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઘોડેસવારી કરી (Education Minister Jitu Waghan Horse Riding) ગામમાં પ્રવેશ કર્યો હતો અને કાર્યક્રમ સંપન્ન કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ 2022 :  મહેસાણાના રુપપુરામાં ઘોડે ચડ્યાં પ્રધાન, જૂઓ આકર્ષક દ્રશ્યો
શાળા પ્રવેશોત્સવ 2022 : મહેસાણાના રુપપુરામાં ઘોડે ચડ્યાં પ્રધાન, જૂઓ આકર્ષક દ્રશ્યો

By

Published : Jun 23, 2022, 5:44 PM IST

ગાંધીનગર/મહેસાણા : કોરોનાની વૈશ્વિક મહામારી બાદ રાજ્યની તમામ શાળાઓ વિધિવત રીતે શરૂ થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 17માં શાળા પ્રવેશોત્સવ 2022નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળાથી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મહેસાણાના રૂપપુરા ગામમાં શાળા પ્રવેશોત્સવમાં (Shala Praveshotsav 2022)ગ્રામજનોની લાગણીને વશ થઈને ઘોડા પર સવાર (Education Minister Jitu Waghan Horse Riding)થઈને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ગામજનોની માગણી હતી કે શિક્ષણપ્રધાન ઘોડે ચડીને જ શાળામાં પ્રવેશે

ગ્રામજનોની ઇચ્છા પૂરી કરતાં શિક્ષણપ્રધાન -મહેસાણાના રૂપપુરા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2022 માટે (Shala Praveshotsav 2022)શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પહોંચ્યા ત્યારે ગામના પ્રવેશદ્વાર પર તમામ ગ્રામજનો એકઠા થયા હતાં તેઓની માંગણી હતી કે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ઘોડા પર જ સવાર થઈને ગામની પ્રાથમિક શાળા સુધી પહોંચે. જ્યારે અગાઉથી ગ્રામજનોએ ઘોડાની વ્યવસ્થા પણ કરી હતી. આવી લોકલાગણીને જોઇને વાઘાણી (Education Minister Jitu Vaghani ) ગાડીમાંથી ઉતરીને ઘોડા પર સવાર (Education Minister Jitu Waghan Horse Riding)થયા હતાં અને વિધાનસભાની ચૂંટણી રેલી હોય તેવા દ્રશ્ય મહેસાણામાં સર્જાયા હતાં.

ભૂતકાળમાં થાળી વગાડી હતી - વર્ષ 2018માં બનાસકાંઠા જિલ્લામાં તીડનો ત્રાસ વધી ગયો હતો ત્યારે વિજય રૂપાણી સરકારમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ વિધાનસભા સત્ર પડતું મૂકી બનાસકાંઠા જવા રવાના થયા હતાં. આ દરમિયાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani ) પણ અમુક દિવસ બાદ ત્યાં પહોંચ્યા હતાં અને ત્યાં ખેતરમાં થાળી વગાડી હતી. તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં જ્યારે થોડાક દિવસ પહેલાં અમદાવાદમાં પણ ઢોલ વગાડતો વીડિયો પણ વાયરલ થયો હતો.

18 હજાર ગામની શાળામાં યોજાયો પ્રવેશોત્સવ-રાજ્યમાં 18,000 ગામોની 30,000થી વધુ સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ (Shala Praveshotsav 2022)આપવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાને બનાસકાંઠાના વડગામ તાલુકાની અહમદપુરા પ્રાથમિક શાળાથી શાળા પ્રવેશોત્સવ 2022 શરૂ કરાવ્યો છે. જ્યારે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો ઉપરાંત આઈએએસ અધિકારી આઇપીએસ અધિકારીઓ અને આઇએફએસ અધિકારીઓ પણ જોડાયા છે. આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં 23,24 અને 25 જૂન એમ ત્રણ દિવસ કાર્યરત રહેશે.

પહેલા ધોરણના બાળકોને આપવામાં આવશે કીટ - રાજ્ય સરકારના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં (Shala Praveshotsav 2022) ધોરણ 1 માં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આ વખતે સ્કૂલબેગ, ચોપડા, નોટબુક, યુનિફોર્મ, વોટરબેગ, શુઝ, કંપાસ અને અભ્યાસલક્ષી કીટ પણ બાળકોને મફત આપવામાં આવ્યા છે.શાળા પ્રવેશોત્સવ 2022 સફળ બનાવવા ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં તમામ રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો સહિત સહકારી અધિકારીઓ અને બોર્ડ નિગમના ચેરમેન અને હોદ્દેદારોને પણ અલગ-અલગ જિલ્લામાં જવાબદારી સોંપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details