ગુજરાત

gujarat

ETV Bharat / city

શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, કરોડોના વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ - ગાંધીનગર વિકાસલક્ષી કામો

વર્ષ 2019માં ગાંધીનગર લોકસભા મતવિસ્તાર (Amit shahs constituency)ની કમાન પોતાના હાથમાં લીધેલ દેશના ગૃહપ્રધાન અમિત શાહ સતત પોતાના મતવિસ્તારની ચિંતા કરી કરોડો રૃપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરી રહ્યા છે. ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહે અગાઉ જણાવ્યું હતું કે, વિકાસની વણઝાર ક્યારેય નહીં રોકાય તેની ખાતરી આપું છું.

શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, 5443 કરોડથી વધુના વિકાસલક્ષી કામો
શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, 5443 કરોડથી વધુના વિકાસલક્ષી કામો

By

Published : Dec 11, 2021, 5:20 PM IST

Updated : Dec 12, 2021, 9:49 AM IST

  • ગાંધીનગરમાં સાંસદ અમિત શાહ દ્વારા 5443 કરોડથી વધુના વિકાસલક્ષી કામો
  • દેશમાં સર્વશ્રેષ્ઠ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર બનાવવા ગૃહપ્રધાનનો પ્રયાસ
  • ગૃહપ્રધાને પોતાના મતક્ષેત્રમાં સૌથી વધુ હાઉસિંગ પાછળ કર્યો ખર્ચ

ગાંધીનગર:લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ અને દેશના ગૃહપ્રધાન (Home Minister of India at gandhinagar) અમિત શાહ દ્વારા લોકસભા ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ બને તે માટે નિરંતર અને સાતત્યપૂર્ણ પ્રયાસો (developmental works in gandhinagar) હાથ ધરવામાં આવી રહ્યા છે, આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોની લોકભોગ્ય સવલતો અને સુખાકારીમાં વધારો થાય તે દિશામાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ સતત પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણોસર તેઓ સતત દેશની ચિંતા કરતા કરતા પોતાના મતવિસ્તાર ગાંધીનગર(Amit shahs constituency) લોકસભામાં પણ અવારનવાર આવતા જતા રહે છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશના ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભાના સાંસદ છે. 2019માં જ્યારે પ્રથમ વખત સાંસદ તરીકે વિજય થયા ત્યારબાદ દર મહિને ગાંધીનગર આવતા હોય છે. તેઓ પોતાની રીતે પર્સનલી વિકાસના કામોનું મોનીટરીંગ પણ કરતા હોય છે. ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને મુશ્કેલી ન થાય તેના માટે તેઓ સતત કાર્યકરોના સંપર્કમાં રહી ધ્યાન રાખતા હોય છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે કુલ 27 જેટલા બ્રિજોનું લોકાર્પણ કર્યું છે. જેનાથી સ્પષ્ટ થાય કે, લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ ટ્રાફિક સમસ્યા ન સર્જાવી જોઈએ. તેમને પોતાના મતવિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે તેઓ સતત કાર્યરત રહેતા હોય છે.

શાહનું સરવૈયું: દેશની સાથે સાથે મતવિસ્તારની ચિંતા કરતા ગૃહપ્રધાન, 5443 કરોડથી વધુના વિકાસલક્ષી કામો

સમગ્ર દેશમાં આદર્શ લોકસભા મત ક્ષેત્ર બનાવવાની નેમ

તો બીજી તરફ કાર્યકરો પાસે ગાંધીનગર લોકસભા વિસ્તારની માહિતીઓ પણ મેળવતા રહેતા હોય છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર સંસદીય ક્ષેત્રને સમગ્ર દેશમાં આદર્શ લોકસભા મત ક્ષેત્ર બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભામાં ક્ષેત્રના નાગરિકોને મને જે પ્રચંડ બહુમતીથી જીતાડો અને સંસદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે, તે માટે હું મતદારોનો આભારી છું તેઓએ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર લોકસભા ક્ષેત્રના નાગરિકોનો સહકાર અને ભાગીદારીથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું આગવું સ્થાન આપવામાં આપણે સફળ થઈ શકીશું.

કોરોનાકાળ દરમિયાન ગાંધીનગર મતવિસ્તાર અને દેશના નાગરિકોની ચિંતા કરતા ગૃહપ્રધાન

ગાંધીનગર લોકસભા (Gandhinagar constituency) બેઠકના સાંસદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે પોતાના મતવિસ્તારમાં 10 અલગ-અલગ સ્થળોએ વૃક્ષા રોપણ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે તેમને નિશુલ્ક રસીકરણ અને અનાજ વિતરણ ઉપર ભારણ આપ્યું હતું ત્યારે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આર્થિક ઉપાર્જન પર પ્રતિકૂળ અસર થતી હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો અને ગરીબ લોકો માટે નિશુલ્ક અનાજ વિતરણ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર વિસ્તારના નાગરિકો માટે ચિંતા કરતા દેશના ગૃહપ્રધાને અનાજ વિતરણ માટે થઈને પોતાનો હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો હતો..

**દેશના ગૃહપ્રધાન અમિત શાહે કરેલા વિકાસના કામોની ગૌરવગાથા**

  • ઓક્ટોબર 2019ના રોજ 14 અલગ અલગ પ્રકલ્પોના 800 કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • ઓક્ટોબર 2021ના રોજ 10.59 કરોડના ખર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ
  • ફેબ્રુઆરી 2020ના રોજ કલોલ વિધાનસભમાં 14 ગામોમાં એક કરોડના ખર્ચે રોડ લાઈટના કામો દેશના ગૃહપ્રધાન અમિત શાહે પોતાની ગ્રાન્ટ આપી કર્યું લોકાર્પણ
  • જુલાઈ 2020માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર અને અમદાવાદના કલેક્ટર સાથે કોરોના અને ગરીબોને પડતી હાલાકી અંગે સમીક્ષા બેઠક
  • જુલાઈ 2021ના રોજ 25 કરોડના ખર્ચે નારદીપુર ગામ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે સાણંદ, બાવળા, દસક્રોઈમાં 43 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું હતું. તો બીજી તરફ AMC, ઔડા અને પશ્ચિમ રેલવે દ્વારા થયેલા 244 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • 17 સપ્ટેમ્બર 2020ના રોજ PMના જન્મદિવસે દેશવાસીઓ સેવા સપ્તાહ તરીકે ઉજવવા માટે જણાવવામાં આવ્યું હતું તે દરમિયાન પુરવઠા યોજના અંતર્ગત 229 કરોડનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • ડિસેમ્બર 2021માં અલગ અલગ 275 કરોડના વિકાસના કામોનું દેશના ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
  • ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સ્પેશિયલ પ્રોજેક્ટ હેઠળ રૂ. 130.91 કરોડના ખર્ચથી તૈયાર થયેલ વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગ રોડ સમાંતર જુદા જુદા વ્યાસની ટ્રંક મેઇન્સ નાખવાનું કાર્ય સંપન્ન થવાથી રીંગ રોડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે..
  • સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કુલ રૂ 768.20 કરોડના ખર્ચે 232 જેટલા વિવિધ પ્રકલ્પો ( વોટર , ડ્રેનેજ , સ્ટોર્મ વોટર , હાઉસિંગ , રોડ રસ્તા , બ્રિજ / અંડરપાસ બગીચાઓ , બિલ્ડિંગ્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ ) પૂર્ણ થઈને લોકાર્પિત થયેલ છે..
  • ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ઉપરોક્ત શ્રેણીના રૂ. 2873.44 કરોડના 186 જેટલા કાર્યો પ્રગતિમાં અને રૂ.1801.68 કરોડના 168 જેટલા વિવિધ આયામો આયોજન હેઠળ છે..
  • નારણપુરા વિધાનસભા ક્ષેત્રમાં વોટર, રોડ રસ્તા અને બગીચાના રૂ. ૬૩.૩ કરોડના ખર્ચે કુલ ૪૪ જેટલા કાર્યો પૂર્ણ થઈ લોકાર્પિત થયેલ છે. જ્યારે રૂ. ૭૬૨.૩૬ કરોડના ખર્ચે ૨૧ જેટલા વિવિધ કાર્યો પ્રગતિમાં અને રૂ. ૫૧.૧૭ કરોડના ખર્ચના કુલ ૩૪ કાર્યો આયોજન હેઠળ છે.
  • સાબરમતી વિધાનસભામાં વોટર , ડ્રેનેજ , સ્ટોર્મ વોટર , હાઉસિંગ રોડ રસ્તા બ્રિજ - અંડરપાસ , બિલ્ડિંગ અને બગીચાના કુલ રૂપિયા. ૭૬.૪ કરોડ ખર્ચના ૪૯ જેટલા જાહેર સુવિધાના કાર્યો પૂર્ણ થયેલ છે અને રૂ. ૩૯૩.૪૮ કરોડના કુલ ૨૭ કાર્યો પ્રગતિમાં અને રૂ. ૪૮.૮૧ કરોડના ૩૪ કાર્યો આયોજન હેઠળ છે..
  • ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રૂ. ૧૬૦.૭૮ કરોડ ખર્ચના ૬૭ જેટલા કાર્યો પૂર્ણ થયેલ છે. જ્યારે રૂ. ૯૩૩.૮૪ કરોડ ખર્ચના ૬૦ કાર્યો પ્રગતિમાં તથા રૂ. ૩૩૬.૭૭ કરોડના ૫૪ કાર્યો આયોજન હેઠળ છે.
  • વેજલપુર વિધાનસભામાં નાગરિકોને રોજિંદા જીવનમાં સીધી રીતે સ્પર્શતા આયામોની સુવિધાઓમાં ઉતરોતર વધારા માટે રૂ. ૩૩૬.૮૧ કરોડના ૭૧ જેટલા કાર્યો પૂર્ણ થયા છે . જ્યારે રૂ. ૩૫૧.૫૫ કરોડના ૭૦ જેટલા કાર્યો પ્રગતિમાં અને રૂ. ૩૨૯.૮૩ કરોડના ૪૨ કાર્યો આયોજન હેઠળ છે.
  • સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કુલ રૂ. ૭૬૮.૨૦ કરોડના ખર્ચે ૨૩૨ જેટલા વિવિધ પ્રકલ્પો પૂર્ણ થઈને લોકાર્પિત થયેલ છે. જેમાં વોટર , ડ્રેનેજ , સ્ટોર્મ વોટર , હાઉસિંગ , રોડ રસ્તા , બ્રિજ / અંડરપાસ , બગીચાઓ , બિલ્ડિંગ્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ સામેલ છે.
  • આ ઉપરાંત ઉકત શ્રેણીના રૂ. ૨૮૭૩.૪૪ કરોડના ૧૮૬ જેટલા કાર્યો પ્રગતિમાં અને રૂ .૧૮૦૧.૬૮ કરોડના ૧૬૮ જેટલા વિવિધ આયામો આયોજન હેઠળ છે.
  • સ્પેશિયલ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૧૩૦.૯૧ કરોડના ખર્ચથી તૈયાર થયેલ વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગ રોડ સમાંતર જુદા જુદા વ્યાસની ટ્રંક મેઇન્સ નાખવાનું કાર્ય સંપન્ન થવાથી રીંગ રોડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી વિતરિત થઈ રહ્યું છે.
  • આ ઉપરાંત રૂ. ૫૮૩.૯૯ કરોડના ખર્ચે પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ, રૂ. ૨૭૩.૬૭ કરોડના ખર્ચે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રૂ.૧૭૭.૪૪ કરોડના ખર્ચે જાસપુર ખાતે ૨૦૦ એમ.એલ. ડી . વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર વોટર વર્કસથી વૈષ્ણોદેવી સુધી ટ્રંક મેઈન, લાઈન
  • રૂપિયા ૭૦.૮૯ કરોડના ખર્ચે સિમ્સ હોસ્પિટલ ફોર લેઇન રેલવે ઓવરબ્રિજ, રૂ. ૫.૨૬ કરોડના ખર્ચે છારોડી તળાવ ડેવલોપિંગ ૪.૫૦ કરોડના ખર્ચે ફાટક મુક્ત અમદાવાદ મુહિમ હેઠળ અંડરપાસ અને ઓવરબ્રિજ નિર્માણ તથા રૂ. ૧૪.૯૫ કરોડના ખર્ચે સ્ટેડિયમ વોર્ડમાં વાડજ સ્મશાનગૃહ અદ્યતન કરવાનું કાર્ય સહિતના પ્રકલ્પો પ્રગતિમાં છે..

2019થી ગાંધીનગર લોકસભા મતવિસ્તારની ચિંતા કરતા દેશના ગૃહપ્રધાન

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 07 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં 36 ગાંધીનગર 38 કલોલ 40 સાણંદ 41 ઘાટલોડિયા 42 વેજલપુર 45 નારણપુરા 55 સાબરમતીનો વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે.. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કુલ 09 લાખ કરતા વધુ પુરુષ મતદારો અને 09 લાખ કરતા વધુ સ્ત્રી મતદારો અને 49 અન્ય મતદારો મળી કુલ 18 લાખ કરતા પણ વધારે મતદારોના પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે.. વર્ષ 1996માં અટલ બિહારી બાજપાઈ લખનઉ અને ગાંધીનગર બેઠક ઉપરથી લડ્યા હતા. બન્ને બેઠક ઉપર વિજય થતા ગાંધીનગર બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું હતું. જેમાં પેટાચૂંટણી થતા ફિલ્મ એકટર રાજેશ ખન્નાનો વિજય થયો હતો. જ્યારે 1998થી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના એલ.કે.અડવાણી સાંસદ તરીકે ચૂંટાતા આવતા હતા.. ત્યારે 2014માં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ ત્યારબાદ 2019માં લાલકૃષ્ણ અડવાણીનું નામ કપાઈ જતા અમિત શાહનું નામ જાહેર થયું હતું.. જે બાદ અમિત શાહ સતત પોતાના લોકસભા મત વિસ્તારની પણ ચિંતા કરતા આવ્યા હોય તેવું સતત જોવા મળ્યું છે.

આ પણ વાંચો:દિવાળી પહેલા અમદાવાદને વધુ એક ભેટ, અમિત શાહે ગોતાથી સોલા સુધીના એલિવેટેડ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

આ પણ વાંચો:રાષ્ટ્રીય એકતા દિવસ: અમિત શાહે કહ્યું, દેશભક્તિનું તીર્થસ્થળ છે કેવડિયા

Last Updated : Dec 12, 2021, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details