- સેક્ટર 1થી 30 માટે ટિફિન સેવા
- PPE કીટ આપી રહ્યા છે ટિફિન
- રાધે રાધે પરિવારનો સેવા યજ્ઞ
ગાંધીનગર : રાધે રાધે પરિવારના સ્વયંસેવક દ્વારા ખડે પગે ઊભા રહી કોરોનાગ્રસ્ત લોકોને ટિફિન પહોંચાડવાનું કાર્ય આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં પણ કરવામાં આવી રહ્યું છે. જેમને ફ્રીમાં લોકોને ટિફિન પહોંચાડી રહ્યા છે. કેટલાક કોરોનાગ્રસ્ત અને હોમ આઇસોલેટ લોકોના પરિવારજનો અહીં આવીને પણ ટિફિન લઈ જઈ રહ્યા છે. જેવો બહાર નથી જઈ શકતા તેમના માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, તેમને આ સેવા લોકડાઉનથી અત્યાર સુધી ચાલુ રાખી છે. સેક્ટર 1થી 30માં વયસ્ક નાગરિકો અને જરૂરિયાતમંદ લોકોને ટિફિન આપવામાં આવે છે.
આ પણ વાંચો -જામનગરના અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150 બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ
એક વર્ષમાં 70થી 80 હજાર ટિફિન લોકો સુધી પહોંચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
આ સંસ્થાના સ્વયંસેવક તન્મય પટેલ તેમજ રાહુલ સુખડિયા અન્ય સ્વયંસેવક સાથે મળી ભોજન બનાવવાનું અને ટિફિન આપવાનું કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં 70થી 80 હજાર લોકોને ટિફિન વિનામુલ્યે આપવામાં આવ્યા છે. જે માટે તેમને કેટલાક લોકો ઘઉં સહિતની સામગ્રી પણ દાન કરે છે. આ સ્વયંસેવકો PPEકીટ પહેરીને દર્દીઓના સગાઓને ટિફિન આપી રહ્યા છે. અત્યારે રોજના 700થી વધુ ટિફિન રાધે રાધે પરિવારના સ્વયંસેવકો તરફથી જઈ રહ્યા છે.