ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વમાં સિલિકોન વેલીની મોનોપોલી હવે તોડશે ગુજરાત, સરકાર અને વેદાંતા ગ્રૂપ વચ્ચે થયા MOU - ઇલેક્ટ્રિક ફિલ્ડના વિદ્યાર્થીઓને રોજગાર

ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસ પહેલા સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત (Semiconductor Policy Announcement) કરી હતી. આ અંતર્ગત આજે (મંગળવારે) રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે થયા લાખો કરોડોના MOU થયા છે. આ MOU ગુજરાતના વિકાસ મોડેલને ગતિ આપશે તેમજ રાજગારી માટેનું માધ્યમ બનશે. શું છે આ સેમિકન્ડક્ટર ચિપ જે ફક્ત સમગ્ર વિશ્વમાં સિલિકોન વેલીમાં જ તૈયાર કરવામાં આવે છે અને કેમ તોડશે ગુજરાત તેની મોનોપોલી જાણીએ આ અહેવાલમાં

વિશ્વમાં સિલિકોન વેલીની મોનોપોલી હવે તોડશે ગુજરાત, સરકાર અને વેદાંતા ગ્રૂપ વચ્ચે થયા MOU
વિશ્વમાં સિલિકોન વેલીની મોનોપોલી હવે તોડશે ગુજરાત, સરકાર અને વેદાંતા ગ્રૂપ વચ્ચે થયા MOU

By

Published : Sep 13, 2022, 8:17 PM IST

ગાંધીનગરગુજરાત સરકાર દ્વારા થોડા દિવસ પહેલા જ સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત (Semiconductor Policy Announcement) કરી હતી. જે અંતર્ગત આજે રાજ્યના મુખ્યપ્રધાન (Chief Minister of Gujarat) ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલ પ્રધાન (Union Railway Minister) અશ્વિની વૈષ્ણવ અને વેદાંતા ગ્રૂપના ચેરમેન ( Vedanta Group Chairman) રવિ અગ્રવાલની હાજરીમાં 1.54 લાખ કરોડના MOU કરવામાં આવ્યા છે. જેમાં આવનાર 2 વર્ષમાં વેદાંતા ગ્રુપ દ્વારા અમદાવાદની આસપાસના વિસ્તારમાં ચિપનું પ્રોડક્શન (Semiconductor chip production in Gujarat) કરવામાં આવશે.

એમ.ઓ.યુ. બાબતે શુ કહ્યું વેદાંતા ગ્રૂપમાં ચેરમેન રવિ અગ્રવાલે

MOU બાબતે શું કહ્યું વેદાંતા ગ્રૂપમાં ચેરમેને રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે આજે ગુજરાત સરકાર સાથે નવા પ્લાન્ટ શરૂ કરવા અને પ્રથમ વખત દેશ અને ગુજરાતમાં ચિપ પ્રોડક્શન માટે MOU કરવામાં આવ્યા છે. જ્યારે આ MOUઅંતર્ગત રૂપિયા 1.54 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ આસપાસ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવશે તે બાબતે હજુ સર્વે થઈ રહ્યો છે. અમદાવાદની આજુબાજુમાં જ આ પ્રોડક્શન યુનિટ શરૂ કરવામાં આવશે.

ગુજરાતની મોનોપોલી તોડશે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આ યુનિટ માટે 400 એકર જમીન જરૂરિયાત છે. જે રાજ્ય સરકાર ટુંક સમયમાં આપશે. આ ઉપરાંત, વીજળી પાણી અને સબસીડી પણ રાજ્ય સરકાર પૂરી પાડશે. આ સાથે જ આ યુનિટ એવી જગ્યાએ ઊભું કરવામાં આવશે જેથી યુનિવર્સિટી નજીક પડે. જેથી વિદ્યાર્થીઓને સરળતાથી અમે હાયર કરી શકીએ. નવા ઇનોવેશન પણ કરી શકીએ. જ્યારે ટેકનોલોજીના યુગમાં સેમિકન્ડક્ટર ચિપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાંચમાની એક છે. આ માટે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા ચીન અને તહેવાર વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે, પરંતુ આ ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. જે હવે ગુજરાતની મોનોપોલી તોડશે.

વિશ્વમાં સિલિકોન વેલીમાં જ ચિપનું પ્રોડક્શનમળતી માહિતી પ્રમાણે, અત્યારે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં પાડવામાં આવતી ચિપ અત્યારે ફક્ત સમગ્ર વિશ્વમાં સિલિકોન વેલીમાં જ તૈયાર કરવામાં આવે છે. જ્યારે વેદાંતા ગ્રુપના રવિ અગ્રવાલ એ વધુમાં જણાવ્યું હતું કે, અમે આમ માર્કેટ તોડવા માંગીએ છીએ. હવે ગુજરાતમાં આ ચિપનું પ્રોડક્શન કરવામાં આવશે. જ્યારે સમગ્ર વિશ્વના અનેક દેશોમાંથી અમને પ્રેસર હતું, પરંતુ અમે ફક્ત ગુજરાતમાં જ આ પ્લાન્ટ શરૂ કરી રહ્યા છીએ.

આવનારા દિવસોમાં રોજગારી મળશેરેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતમાં આવવાને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડના વિદ્યાર્થીઓને વધુ રોજગાર (Electrical Field Students Employment ) પ્રાપ્ત થશે. આવનારા દિવસોમાં રૂપિયા 1 લાખ સીધો રોજગાર અને 1.50 લાખ આડકતરી રીતે રોજગાર પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 વર્ષ પહેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાન લોન્ચ કરી અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવો હતો. ભારતમાં સ્ટાર્ટઅપ્સ મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા થકી ભારત આજે વિશ્વમાં બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. જ્યારે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે થયેલા MOU ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. જ્યારે આ ક્ષેત્રમાં ભારતમાં હાલની 80 બિલિયન ડોલરની ઇકોનોમિક 300 બિલિયન ડોલર સુધી લઈ જવાનો પણ સંકલ્પ છે.

યુનિવર્સિટીમાં સેમિકન્ડક્ટર પ્રોફેશનલ તૈયાર થશેવધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ હજારની સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના માધ્યમથી સેમિકન્ડક્ટર પ્રોફેશનલ તૈયાર કરવામાં આવશે. જ્યારે વેદાંતા અને ફોક્ષકોનું ગ્રુપ દ્વારા જે MOU કરવામાં આવ્યા છે, તેમાં યુનિવર્સિટીની નજીક જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેથી સીધા વિદ્યાર્થીઓને તૈયાર કરીને તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. તે રીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે..

ABOUT THE AUTHOR

...view details