ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું, જુના તમામ પ્રધાનો બાકાત, જુઓ નવા પ્રધાન મંડળની તમામ વિગતો
રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપીને મંત્રીમંડળની તૈયારી દર્શાવી હતી, ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ કમલમ ખાતે મળેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ. ત્યારબાદ કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોની શપથવિધિ પણ રાજભવન ખાતે યોજવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલનું પ્રધાન મંડળ અંતે રચાયું
By
Published : Sep 16, 2021, 5:31 PM IST
અંતે સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો
1.30 કલાકે 10 કેબિનેટ અને 9 રાજયકક્ષાના પ્રધાનોએ શપથગ્રહણ કર્યા
તમામ નવા ચહેરાઓ સાથેનું પ્રધાનમંડળ તૈયાર
4.30 કલાકે યોજાઈ પ્રથમ કેબિનેટ બેઠક
ગાંધીનગર : 12 સપ્ટેમ્બરના રોજ કમલમ ખાતે મળેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલે 2.20 કલાકે શપથગ્રહણ કર્યા હતા અને આજે 15 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના કેબિનેટ કક્ષાના પ્રધાનો અને નવ રાજયકક્ષાના પ્રધાને આજે શપથ ગ્રહણ કરીને 4.30 કલાકની પ્રથમ કેબિનેટમાં હાજર રહ્યા હતા.
રાજભાવનમાં યોજાઈ શપથવિધિ
નવા પ્રધાનમંડળની રચના બાદ શપથવિધિ અમદાવાદમાં યોજાશે તેવી અનેક વાતો વહેતી થઇ હતી, પરંતુ આખરે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ રાજભવન યોજાઈ અને ત્યારબાદ કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોની શપથવિધિ પણ રાજભવન ખાતે યોજવામાં આવી હતી. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્યકક્ષાના 9 પદનામિત પ્રધાનોએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.