ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે ગૌણ સેવા મંડળની પરીક્ષા, 3 હજારથી વધુ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવારો... - ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર: બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની પરીક્ષાનું પુન:આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે યોજાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અંતિમ સમયે જિલ્લા બદલવાની ફરજ ગૌણ સેવા પસંદગીને પડી છે.

ગૌણ સેવા મંડળની પરીક્ષા રવિવારે, શનિવારે બદલવામાં આવ્યા 48 હજાર પરિક્ષાર્થીના કેન્દ્ર

By

Published : Nov 16, 2019, 7:07 PM IST

Updated : Nov 17, 2019, 7:04 AM IST

રવિવારે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જાહેર પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 3,901 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપવા નોંધણી કરી છે.

ગૌણ સેવા મંડળની પરીક્ષા રવિવારે, શનિવારે બદલવામાં આવ્યા 48 હજાર પરિક્ષાર્થીના કેન્દ્ર

ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 પરીક્ષાના એક દિવસ પહેલા જ બેઠક વ્યવસ્થા ખોરવાતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ખૂટવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે યોજાનારી પરીક્ષામાં કુલ 10,45,442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેની સામે સમગ્ર રાજ્યમાં પરીક્ષા માટે કુલ 3,173 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે.

કયા જીલ્લામાંથી કેટલા પરીક્ષાર્થીઓને ક્યાં ખસેડાયા ?

  • બનાસકાંઠામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા
  • મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ
  • ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ
  • અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા
  • અરવલ્લીમાંથી 4 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ
Last Updated : Nov 17, 2019, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details