- 3 ડિસેમ્બરથી ફિઝિકલ ટેસ્ટની શરૂઆત કરી દેવામાં આવી હતી
- LRD માટે 9,00,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં
- LRD માટે 10,459 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી
ગાંધીનગર: ગુજરાત પોલીસ લોકરક્ષક દળની 10,459 જેટલી જગ્યા માટેની ભરતીમાં 9,00,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારોની ફિઝીકલ પરીક્ષા(Police physical test ) 21 જિલ્લાના 147 ગ્રાઉન્ડ પર યોજાવાની હતી જેમાં કેટલાક ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ((Physical tests of LRD and PSI) શરૂ પણ કરી દેવામાં આવી છે. પુરુષ ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ 24 ડિસેમ્બર સુધી અને મહિલા ઉમેદવારની ટેસ્ટ 28 ડિસેમ્બર સુધી યોજાશે. પરીક્ષા હોવાથી ઉમેદવારો માટે પ્રથમ લિસ્ટ 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બીજુ લિસ્ટ 4 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું.
1191 જેટલા ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરાવામાં આવ્યું
પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડ જે ઉમેદવારોની તારીખ બદલવાની અરજીઓ મંગાવી હતી જે પૈકીનું PSI ફિઝિકલ ટેસ્ટ માટેનું PSI Gujarat નામની વેબસાઈટ પર 617 ઉમેદવારોનું લીસ્ટ પ્રથમ તબક્કામાં જાહેર કરવામાં આવ્યું હતું. 1191 જેટલા ઉમેદવારોનું બીજું લીસ્ટ પણ જાહેર કરાવામાં આવ્યું છે. psirbgujarat2021.in પર કેટલાક ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરાશે.