ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ, આ બિલો થશે રજૂ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે ગ્રુપમાં ત્રણ બિલો મંજુર થયા પછી આજે વિધાનસભામાં પાંચ બિલો રજૂ કરવામાં આવશે.

મં
મં

By

Published : Sep 22, 2020, 1:26 PM IST

ગાંધીનગરઃ મંગળવારે વિધાનસભામાં રજૂ થનારા ખરડામાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટેનો ખરડો, ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા ખરડો, કારખાના ગુજરાત સુધારા ખરડો, કોન્ટ્રાક્ટર મજૂર નિયમન અને નાબૂદી સુધારા ખરડો અને મજૂર સુધારા ખરડો રજૂ કરવામાં આવશે. બપોરે ૧૨ વાગ્યે શરૂ થયેલી વિધાનસભા સત્રની બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે તાજેતરમાં જાહેર કરેલી ખેડુત સહાય યોજના અંગે ગૃહને તલસ્પર્શી માહિતી આપશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ

આ સાથે જ મુખ્યપ્રધાન ખેડૂત સહાય યોજના અંગે સવાલોના જવાબો પણ વિગતમાં આપશે. આ સિવાય વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોનો મુદ્દો ઉઠાવશે અને રાજકોટ સિવિલમાં દર્દીનું મારા મારીથી મોત અંગે પણ ચર્ચા થશે. કોંગ્રેસે આ પહેલા જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકાર કોરોનાના વધી રહેલા કેસોને ડામવામાં નિષ્ફળ રહી છે. આજે હવે રોજના 1400 કેસો તો રૂટીન થઈ ગયું છે. સરકાર જો સ્થિતિ પર અંકુશ નહી લાવે તો આગામી દિવસોમાં કોરોનાના આંકડા વધી શકે છે.

તમામ ખરડાઓને લઈને ગૃહની અંદર રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તેની પર પ્રશ્નોત્તરી થયા પછી તેને પસાર કરવામાં આવશે. જેમાં અસામાજિક તત્વોનો ખરડો મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details