ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં(Gujarat Legislative Assembly ) આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તક રહેલ ઉદ્યોગ ખાણ ખનીજ શહેરી આવાસ શહેરી વિકાસ(Urban Housing Urban Development) અને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો તરીકે સહકાર વિભાગની બજેટ પર ચર્ચા અને માંગણી(Discussion and demand on budget) કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગત વર્ષના બજેટમાં રાજ્ય સરકારે સોમનાથમાં સી પ્લેન યોજનાની જાહેરાત કરી હતી ત્યારે આ પ્રોજેક્ટ ક્યારેય કાર્યરત થશે.
સોમનાથમાં સી પ્લેન પ્રોજેકટ ખોરંભે ? -કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બજેટ સત્રમાં ચર્ચા અને માગણી દરમ્યાન સોમનાથના પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરી હતી જેમાં સોમનાથ ટ્રેન પ્રોજેક્ટ જે વર્ષે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ યોજના ક્યારે અસ્તિત્વમાં આવશે. રાજ્ય સરકારે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે બાબતનાં વિધાનસભા ગૃહમાં સરકારના પ્રશ્ન કર્યા હતા. આ સાથે જ સોમનાથના અને વેરાવળ વિધાનસભાના વોર્ડ નંબર બે પાંચ અને 6માં ગટરની પાઈપ લાઈનો વ્યવસ્થિત નથી રસ્તા બરાબર નથી ત્યારે આ રસ્તા ક્યારેય બરાબર કરવામાં આવશે અને નવી પાઇપ લાઇન નાખવામાં આવે તેવી પણ માંગ વિધાનસભાગૃહમાં કરવામાં આવી હતી. જ્યારે સોમનાથ વેરાવળ વિધાનસભા વિસ્તારમાં અનેક સમાજ વસવાટ કરી રહ્યા છે. રાજ્ય સરકાર અલગ અલગ સમાજ માટે અલગ અલગ આવાસ યોજના તૈયાર કરાવે છે. જેથી લોકો સારી રીતે રહી શકે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
ગામડાઓ ભાંગી રહ્યા છેઃ અમરીશ ડેર -કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેેર નાના શહેરોમાં પણ રાજ્ય સરકાર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ(Affordable Housing Scheme) તૈયાર કરે તેવી માંગ કરી હતી. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં ગામડાઓ ભાંગતા જઈ રહ્યા છે સાથે જ ગામના લોકો નાના શહેરમાં અને નાના શહેરોના લોકો મોટા શહેરમાં અને મોટા શહેરના લોકો કોર્પોરેશન વિસ્તારમાં અત્યારે આવી રહ્યા છે. તેથી ગામડાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નાના શહેરોમાં એફોર્ડેબલ હાઉસ તૈયાર કરવામાં આવે આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને પણ રાજ્ય સરકાર પ્રાધાન્ય આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:દેશના પ્રથમ સી-પ્લેનનું અમદાવાદમાં આગમન, વડાપ્રધાન મોદી 31મીએ કરાવશે શ્રી ગણેશ
અમદાવાદના વિકાસમાં પણ ભેદભાવ - કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બજેટની ચર્ચા દરમિયાન અમદાવાદ શહેરના વિકાસને લઇને મહત્વના નિવેદનો અને સૂચનો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની 48 ટકા જેટલી વસતી શહેરોમાં રહે છે. પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના બે ભાગને પૂર્વ અને પશ્ચિમ પશ્ચિમમાં જાવ તો એવું લાગે છે કે વિદેશમાં છો જ્યારે પૂર્વમાં એવું લાગતું નથી. આમ વિકાસ સમાંતર હોવો જોઈએ(Development should be parallel) પૂર્વ વિસ્તારમાં એસિડ અને બીજી અન્ય સુવિધાઓ પણ છે. જ્યારે બીજી તરફ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી જ્યારે પૂર્વ માં કોઈ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલ પણ નથી. આમ અમદાવાદમાં સમાંતર વિકાસ(Equal development in Ahmedabad) રાજ્ય સરકાર કરે તેવાં સૂચનો સાથે ટકોર પણ કરી હતી.
અંબાજીમાં થઈ રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર - કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અંબાજી મંદિર વિશે વિધાનસભાગૃહમાં આક્ષેપ કર્યો હતો. જેમાં અંબાજીમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને રાજ્યમાં સપ્તાહ ચાલી રહ્યો છે જ્યારે અંબાજીમાં સ્થાનિક ધારાસભ્યને અંબાજીમાં સભ્ય તરીકે રાખવામાં આવતા નથી. જ્યારે ગત વર્ષે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ વચન આપ્યું હતું તેમ છતાં પણ સભ્ય તરીકે જગ્યા આપવામાં આવી નથી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભાગૃહમાં ઊભા થઇને કાંતિ ખરાડીના પ્રત્યુત્તર આપ્યો હતો કે મંદિરમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા શબ્દ રેકોર્ડ પરથી દૂર કરવા જોઈએ. આ શબ્દોથી ભક્તોને દુઃખ લાગી શકે છે. જ્યારે કાંતિભાઈને કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તેઓ સીધા કલેકટર અને પ્રવાસન પ્રધાન અને ફરિયાદ કરી શકે છે. જ્યારે કોના કાળ બાદ અંબાજી મંદિરને 45 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચો:Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના
ગુજરાતમાં તમામ સુવિધાઓ ભરપૂર -રાજ્યના પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલે વિધાનસભા બજેટની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધા ઉદ્યોગકારોને પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ગુજરાતમાં કંપનીઓ એન્જિનિયરિંગ જેમ્સ એન્ડ જ્વેલરી આ તમામ પ્રકારની ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. તમામ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે તેથી જ દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે. જ્યારે દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવતા સ્થાનિક રોજગારી પણ વધુ પ્રાપ્ત થયો હોવાનું નિવેદન પણ વિધાનસભા ગૃહમાં સરકાર પક્ષથી કરવામાં આવ્યું હતું.