ગુજરાત

gujarat

ETV Bharat / city

Schools Situation in Gujarat: ગામેગામ વીજળી આપવાની વાતો કરતી સરકાર, 23 શાળામાં હજુ નથી વીજળી - શાળાની સ્થિતિ અંગે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાનો પ્રશ્ન

રાજ્યમાં હજી પણ 23 શાળાઓમાં વીજળીની સુવિધા (Lack of Electricity in Gujarat Schools) નથી. આવું રાજ્ય સરકારે પોતે વિધાનસભા ગૃહમાં કબૂલ્યું હતું. રાજ્ય સરકારે રાજ્યની શાળાઓ અંગે (Schools Situation in Gujarat) વિધાનસભા ગૃહમાં જવાબ રજૂ (Government reply in Gujarat Legislative Assembly) કર્યો હતો.

Schools Situation in Gujarat: ગામેગામ વીજળી આપવાની વાતો કરતી સરકાર, 23 શાળામાં હજુ નથી વીજળી
Schools Situation in Gujarat: ગામેગામ વીજળી આપવાની વાતો કરતી સરકાર, 23 શાળામાં હજુ નથી વીજળી

By

Published : Mar 7, 2022, 3:29 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યની શાળાઓ અંગે (Schools Situation in Gujarat) જવાબ આપ્યો (Government reply in Gujarat Legislative Assembly) હતો. સરકારે જણાવ્યું હતું કે, હજી પણ રાજ્યની 23 શાળાઓમાં (Schools Situation in Gujarat) વીજળીની સુવિધા જ (Lack of Electricity in Gujarat Schools) નથી.

આ પણ વાંચો-Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જૂઓ

રાજ્ય સરકારે વિધાનસભામાં કરી કબૂલાત

રાજ્ય સરકારે બાળકોમાં અભ્યાસ માટે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરી છે. જ્યારે સ્કૂલ ઓફ એક્સિલન્સનો પ્રોજેકટ પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જ વિધાનસભા ગૃહમાં પ્રશ્નનો જવાબ આપતા (Government reply in Gujarat Legislative Assembly) જણાવ્યું હતું કે, રાજ્યમાં હજી પણ 23 જેટલી શાળાઓમાં વીજળીની સુવિધા વગર જ (Lack of Electricity in Gujarat Schools) કાર્યરત્ છે.

આ પણ વાંચો-Bilingual global medium: અમદાવાદની 30 શાળાઓમાં અભ્યાસનું દ્વિભાષી માધ્યમ શરૂ થશે

કયા જિલ્લાની શાળામાં વીજળી વગરની શાળા?

જિલ્લો શાળા
કચ્છ 02
સુરેન્દ્રનગર 01
પોરબંદર 07
દેવભૂમિદ્વારકા 01
મોરબી 03
ગીરસોમનાથ 09
કુલ 23

ગામે ગામે વીજળીનું સરકારનું સૂત્ર પણ સ્કૂલોમાં અંધારું

રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગામેગામ અને ખરેખર એ વીજળી પહોંચાડવાની વાતો કરે છે. પરંતુ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની પાયાની સુવિધા જ નહીં હોવાનું કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ (Lack of Electricity in Gujarat Schools) કર્યો હતો, આમ, 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિ એ રાજ્યની ખજૂર 23 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં જ વીજળી ન હોવાનું વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવ્યું હતું.

ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પ્રશ્ન કર્યો

ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય ભાવેશ કટારા સાથે (Jhalod MLA Bhavesh Katara's question about the condition of the school) કોંગ્રેસના અનાજ ધારાસભ્યોએ પ્રાથમિક શાળાઓમાં સુવિધા બાબતના પ્રશ્નો કર્યા હતા, જેમાં વીજળી વગરની શાળાઓ કમ્પાઉન્ડ વગરની શાળાઓ પાણીની સુવિધા વગર શાળા અને શૌચાલય સુવિધા વગરની (Lack of Electricity in Gujarat Schools) શાળાઓ બાબતે રાજ્ય સરકાર પાસેથી માહિતી મેળવી હતી.

350 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલનો અભાવ

રાજ્ય સરકારે પ્રશ્નના જવાબમાં પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 5,439 જેટલી સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી. જ્યારે 272 ખાનગી શાળાઓમાં પણ કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી, જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 350 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ જ તૈયાર કરવામાં આવી નથી. સુરતમાં 29 અને નવસારીમાં 32 જેટલી ખાનગી શાળાઓ કમ્પાઉન્ડ વોલની સુવિધાઓ જ નથી.

7,408 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે

આંગણવાડીની વાત કરવામાં આવે તો, કોંગ્રેસના અનેક ધારાસભ્યો દ્વારા આંગણવાડી બાબતે પકડવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં કુલ 7,408 આંગણવાડી ભાડાના મકાનમાં અથવા તો અન્ય જગ્યાએ ચલાવવામાં આવે છે. આમ, રાજ્ય સરકારના વિકાસ અને વાઈબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે આંગણવાડીઓમાં ભૂલકાને બેસવા માટે સરકારી મકાનો પણ રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવી શકતી નથી તેવા આક્ષેપ પણ કોંગ્રેસે કર્યા હતા. જ્યારે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 521, કચ્છમાં 507, ગીર સોમનાથમાં 506 જેટલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં અથવા તો અન્ય જગ્યાએ કાર્યરત્ રાખવામાં આવી છે.

સરકારી તંત્ર ક્યારે બનાવશે પોતાની આંગણવાડી

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ વિધાનસભા ગૃહમાં સરકારને પ્રશ્ન કર્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા પોતાની આંગણવાડી બનાવવાનું આયોજન છે કે નહીં. જ્યારે આંગણવાડીની બહેનો દ્વારા માનદ વેતનમાં વધારો થાય તેવી અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે આ બાબતે રાજ્ય સરકાર શું આયોજન અને કરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details