- ગુજરાતમાં વધતા જતા કેસને લઈ સરકારનો મહત્વનો નિર્ણય
- 8 મ.ન.પા માં શાળા કોલેજો બંધ રાખવાનો કરવામાં આવ્યો નિર્ણય
- આગામી 10 એપ્રિલ સુધી શાળા કોલેજો રહેશે બંધ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો હતો કે, રાજ્યમાં 8 મહાનગર પાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. કોલેજ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે તેને પણ મોકૂફ કરવામાં આવી છે. જો.કે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓફલાઈન ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
- કોલેજો યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાનું શિક્ષણ 10 એપ્રિલ સુધી બંધ
- કોલેજ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાની ઓફલાઈન પરીક્ષા મોકૂફ
- સ્નાતક કક્ષાની ઓફલાઈન પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કરાશે
ગુજરાત રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શિક્ષણપ્રધાન સચિવ મુખ્ય સચિવ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં શિક્ષણ કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી અને યુનિવર્સિટીઓમાં 10 એપ્રિલ સુધી પરીક્ષા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના 8 મહાનગર પાલિકામાં 10 એપ્રિલ સુધી રાજ્યની શાળા-કોલેજો બંધ કરવામાં આવશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓફલાઈન ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.