- શિક્ષણ વિભાગે સ્કૂલમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી
- 3 મેથી 6 જુન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું
- 15 મે બાદ ઘોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા થશે
ગાંઘીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણને ઘ્યાનમાં લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને ઘોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે 3 મે થી 6 જુન સુધી ઉનાળુ વેકેશનની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃGTUનો નિર્ણય: વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા અગાઉ ફરજિયાત વેક્સિન લેવી પડશે
શિક્ષણ વિભાગે કઈ કરી મહત્વની જાહેરાત
- કોરોના વાઇરસના સંક્રમણથી ઉપન્ન થયેલી વેશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઇ કામગીરી સોંપવામાં આવી ન હોય તેવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓએ શાળાએ આવવાનુ રહેશે નહી, પરંતુ રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા કોઇપણ કામગીરી સોંપવામાં આવે તો તેના અનુસંઘાને કામગીરી અને સુચનાઓનો અમલ કરવાનો રહેશે
- ખાનગી શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
- પ્રાથમિક શિક્ષણની કચેરી તથા ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંઘીનગરના નિયંત્રમ હેઠળની સરકારી ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વનિર્ભર શાળાઓએ તેમજ તે શાળાના શિક્ષકોએ નવા શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત કચેરીઓ દ્વારા નક્કી કરવામાં આવનારા શૈક્ષણિક કેલેન્ડરની સુચનાઓનું પાલન કરવાનુ રહેશે.