- પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડ
- નાપાસ મેડિકલ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા
- 31 માર્ચે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા થશે
પાટણ :MBBSની ડિગ્રીમાં નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાના કૌભાંડના મુદ્દા બાબતેકોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગૃહમાં આ મામલે 116ની નોટિસ દાખલ કરી હતી. ગૃહ અધ્યક્ષે નોટિસ માન્ય રાખી છે. 31 માર્ચના રોજ ગૃહમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકારે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડની તપાસ કરવા 2019માં IAS નાગરાજનની નિમણૂક કરી, પરંતુ હજૂ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. આથી કોંગ્રેસે ન્યાયિક તપાસ કરવા માટે CID ક્રાઈમને તપાસ સોંપવા માંગણી કરી છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ આ પણ વાંચો -હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
કોંગ્રેસની આંદોલનની ચીમકી
ન્યાયિક તપાસ નહીં થાય તો અમે આંદોલન કરીશુ એવી ચિમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી. એ. પ્રજાપતિ સામે 2019માં તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમના મૃત્યુના કારણે આ તપાસ બંધ કરવામાં આવી છે. તેમ ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે, પણ કુલપતિ બધા જ નિર્ણય લેતા નથી. કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયને અનુસરવા કુલપતિ બંધાયેલા હોય છે, પરંતુ કથિત કૌભાંડમાં જે લોકોનો સમાવેશ થાય છે, તેમની સામે પણ યોગ્ય પગલાં લેવાવા જોઈએ.
આ પણ વાંચો -હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું