ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Gram Panchayat Election 2021: રાજ્યમાં સરેરાશ 62 ટકા મતદાન, આવતીકાલે મત ગણતરી - સરપંચના ભવિષ્ય મતપેટીઓમાં શીલ

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021) પૈકી 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન (Total voting of Panchayat Election 2021) નોંધાયું છે.. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડીસેમ્બરના રોજ પુન:મતદાન (Re election of Gujarat Gram Panchayat) કરવામાં આવશે. ઉપરાંત 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે..

સરપંચના ભવિષ્ય મતપેટીઓમાં શીલ, 21 તારીખે થશે મત ગણતરી, કુલ 62 ટકા સરેરાશ મતદાન નોંધાયું
સરપંચના ભવિષ્ય મતપેટીઓમાં શીલ, 21 તારીખે થશે મત ગણતરી, કુલ 62 ટકા સરેરાશ મતદાન નોંધાયું

By

Published : Dec 19, 2021, 8:10 PM IST

Updated : Dec 20, 2021, 10:44 AM IST

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gujarat Gram Panchayat Election 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 19 ડિસેમ્બરના રોજ 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી સાંજના 6 કલાક સુધી ચાલી હતી, જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે, જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે..

મતદાનની સરેરાશ ટકાવારી

દક્ષિણ ગુજરાત 57 ટકા
ઉત્તર ગુજરાત 62 ટકા
સૌરાષ્ટ્ર, કચ્છ 60 ટકા
મધ્ય ગુજરાત 58 ટકા
રાજ્યમાં સરેરાશ કુલ મતદાન 62 ટકા

પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6656 જેટલા મતદાન મથકો સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3074 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલ મતદાન મથક (Sensitive election booth in gujarat) તરીકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ચૂંટણીની વિગતો

સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત 1,167
સંપૂર્ણ બિનહરીફ સરપંચ 1,167
સંપૂર્ણ બિનહરીફ સભ્ય/વોર્ડ 9,669
અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત 6,446
અંશતઃ બિનહરીફ સરપંચ 451
અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ 26,254
ખાલી રહેલી બેઠકો ગ્રામ પંચાયત 2,651
ખાલી રહેલી બેઠકો સરપંચ 65
ખાલી રહેલી બેઠકો સભ્ય/વોર્ડ 3,155

હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતોની વિગતો

ગ્રામ પંચાયત 8,684
સરપંચ 8,560
સભ્ય વોર્ડ 53,507

હરીફાઈમાં રહેલા ઉમેદવાર

ગ્રામ પંચાયત 8,684
સરપંચ 8,560
સભ્ય 53,507
મતદાન મથકની સંખ્યા 23,097
સંવેદનશીલ મતદાન મથકો 6,656
અતિ સંવેદનશીલ મતદાન મથકો 3,074
ઉપલબ્ધ મતપેટીઓ 59,694
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ 37,429
ચૂંટણી અધિકારીઓ 2,546
મદદનીશ ચૂંટણી અધિકારી 2,827
પોલીંગ સ્ટાફ 1,37,466
પોલીસ સ્ટાફ 51,747
મતદારોની કુલ સંખ્યા 1,82,15,013
મહિલા મતદારો 88,45,811
પુરુષ મતદારો 93,69,202

21 ડિસેમ્બરના રોજ યોજાશે મતગણતરી

19 ડીસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતદાન પેટીઓને પોલીસની નજર અને સુરક્ષા હેઠળ સટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડીસેમ્બરના રોજ પુન:મતદાન (Re election of Gujarat Gram Panchayat) કરવામાં આવશે. ઉપરાંત 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે..

આ પણ વાંચો:Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં મતદાન પૂર્ણ

આ પણ વાંચો:Kutch Murder in Panchayat Election: ક્ચ્છ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વચ્ચે 16 વર્ષીય કિશોરની હત્યા

Last Updated : Dec 20, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details