ગુજરાત

gujarat

ETV Bharat / city

Sardar Dam Electricity Production : ગ્રાઉન્ડ વોટર પાવર સ્ટેશન રિવરબેડ પાવર હાઉસની ઉત્પાદન શક્તિ કેવી વધી જૂઓ

છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર ડેમ - નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક (Ground water power station of Narmada Dam) દ્વારા દરરોજ સરેરાશ રુપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ જેટલું વીજ ઉત્પાદન (Sardar Dam Electricity Production) થઈ રહ્યું છે. વીજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ 45,000 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા (Narmada Water Release) નદી પણ બે કાંઠે વહી રહી છે.

Sardar Dam Electricity Production : ગ્રાઉન્ડ વોટર પાવર સ્ટેશન રિવરબેડ પાવર હાઉસની ઉત્પાદન શક્તિ કેવી વધી જૂઓ
Sardar Dam Electricity Production : ગ્રાઉન્ડ વોટર પાવર સ્ટેશન રિવરબેડ પાવર હાઉસની ઉત્પાદન શક્તિ કેવી વધી જૂઓ

By

Published : Jul 25, 2022, 7:15 PM IST

ગાંધીનગર- રાજ્યની જીવાદોરી નર્મદાના પાણીનો સંગ્રહ-વિતરણ (Narmada Water Release) અને તેના પ્રવહણથી મળતી વીજળી (Sardar Dam Electricity Production) એમ બંને રીતે સરદાર સરોવર ડેમમાં મહત્ત્વની પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. રોજિંદા 4 કરોડ રુપિયાની કીમતની વીજળીનું ઉત્પાદન તેમ જ જળવિતરણ એમ બંનેમાં સરદાર ડેમના મહત્ત્વના આંકડા સામે આવ્યાં છે. સરદાર ડેમના કેનાલ હેડ પાવર હાઉસના 01 યુનિટ મારફત દરરોજ સરેરાશ રુપિયા 10 લાખની કિંમતનું 0.5 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.

દરરોજ સરેરાશ રુપિયા 4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ જેટલું વીજ ઉત્પાદન

નવા નીરની આવક સાથે વીજ ઉત્પાદન વધ્યું -સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક સાથે વીજ ઉત્પાદન (Sardar Dam Electricity Production) વધ્યું છે. તે બાદ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા હાલમાં દરરોજ આશરે સરેરાશ 3,500 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી (Narmada Water Release)માટે છોડાઇ રહ્યું છે. આજે 25મી જુલાઇએ બપોરે 2 કલાકે કલાકે નર્મદા ડેમની સપાટી 126.66 મીટર નોંધાઇ છે.

આજે 126.66 મીટર પહોંચી જળસપાટી - નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 25મી જુલાઇએ બપોરે 2 કલાકે કલાકે નર્મદા ડેમની સપાટી 126.66 મીટર નોંધાઇ છે. તેમ જ દર કલાકે 10 થી 12 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે ડેમમાં 1.30 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 6101.32 મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલો છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં (Ground Water Power Station Riverbed Power House) વીજળીનું ઉત્પાદન (Sardar Dam Electricity Production) થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે આપી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જૂઓ

6 યુનિટ દ્વારા વીજ ઉત્પાદન -સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ વિદ્યુત મથક (Ground water power station of Narmada Dam) રિવરબેડ પાવર હાઉસમાં (Ground Water Power Station Riverbed Power House) છેલ્લા એક સપ્તાહથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રુપિયા 4 કરોડની કીમતની 20 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન (Sardar Dam Electricity Production) થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં (Narmada Water Release)છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

આ પણ વાંચોઃ Water in Gujarat Dam : સરદાર ડેમમાં કેટલું વધ્યું પાણી અને કેટલા ડેમ હાઈએલર્ટ પર જૂઓ રાજ્યના તમામ ડેમની માહિતી

50 મેગાવોટનું કેનાલ હેડ પાવર હાઉસ- તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં 0.5 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે. તેમજ દરરોજ સરેરાશ રુપિયા.10 લાખની કિંમતનુ 0.5 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન (Sardar Dam Electricity Production) થઇ રહ્યું છે. દૈનિક સરેરાશ 3,500 ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં (Narmada Water Release)આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details