ગુજરાત

gujarat

ETV Bharat / city

Russia-Ukraine war : ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા, તમામ ફ્લાઇટ રદ - ગુજરાત વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં

ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના 5000 જેટલા (Russia Ukraine war) વિદ્યાર્થીઓ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં (students from Gujarat trapped in Ukraine) ફસાયા છે, જે અંતર્ગત આજે બરોડાથી યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળવા આવ્યા હતા.

Russia-Ukraine war : ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા, તમામ ફ્લાઇટ રદ
Russia-Ukraine war : ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા, તમામ ફ્લાઇટ રદ

By

Published : Feb 14, 2022, 2:15 PM IST

Updated : Feb 14, 2022, 8:54 PM IST

ગાંધીનગર : ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ (Russia Ukraine war) જતા હોય છે, ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતના 5000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયા (students from Gujarat trapped in Ukraine) છે, જે અંતર્ગત આજે બરોડાથી યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ (Gujarat students trapped in Ukraine) રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળવા આવ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી, કે જે રીતે અત્યારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદે આવીને તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત ગુજરાતમાં પરત લાવે.

ગુજરાતના 5000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા

આ પણ વાંચો:IPLની હરાજી સમયે આ પરિવાર ગોઠવાયો ટીવી સામે, પરિવારમાં છે ખુશીની લહેર

જીતુ વાઘાણીનું નિવેદન

રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, યુક્રેનની ઘટના બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકાર સાથે હંમેશા સતત સંપર્કમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

Russia-Ukraine war

ગુજરાતના 5000 વિધાર્થીઓ, દેશના 18,000 વિધાર્થીઓ

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ બાબતની માહિતી આપતા અદિતિ પંડ્યાના પિતા અજય પંડ્યાએ ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, યુકે એમ્બેસી દ્વારા તમામ વિદ્યાર્થીઓની માહિતી લેવામાં આવી છે, જેમાં ગુજરાતના 5000 વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશના 18,000 વિદ્યાર્થીઓ અત્યારે યુક્રેનમાં છે અને તમામ લોકો ફસાયેલા છે અને માનસિક રીતે તેઓ ડરી (Ukraine flight canceled) ગયા છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી એરલિફ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

કોલેજોએ સત્તાવાર દેશમાં જવાની આપી સૂચના

રશિયા અને યુક્રેનની જે યુદ્ધની પરિસ્થિતિ છે, તેને ધ્યાનમાં લઈને યુક્રેનની કોલેજ સત્તાધીશો દ્વારા પણ વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે પોતાના દેશ અને વતનમાં પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે જે રીતે પરિસ્થિતિ અત્યારે દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે તેને જોઈને હવે યુક્રેનમાં તમામ ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે, જેથી તમામ વિદ્યાર્થીઓ અત્યારે યુક્રેનમાં ફસાયા છે.

આ પણ વાંચો:IPL Auction 2022: ગુજરાત ટાઇટન્સમાં ક્યો ખેલાડી કેટલામાં વેચાયો! જાણો એક ક્લિકમાં...

MBBS ડીગ્રી મેળવવા માટે વિધાર્થીઓ જઇ રહ્યા છે યુક્રેન

યુક્રેનમાં અભ્યાસની વાત કરવામાં આવે તો યુક્રેનમાં MBBSની ડિગ્રી મેળવવા માટે સૌથી વધુ વિદ્યાર્થીઓ જતા હોય છે ત્યારે આ વર્ષે 5000 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન MBBSની ડિગ્રી મેળવવા માટે ગયા છે, ત્યારે જે રીતે રશિયા અને ચીન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામ લોકો ચિંતિત થયા છે. હવે રાજ્ય સરકાર કેવી રીતે મદદ કરશે તે જોવું રહ્યું.

Last Updated : Feb 14, 2022, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details