રૂપાલનો મેળો રદ પણ પલ્લી યોજાશે, ગણતરીના લોકો રહેશે હાજર, પલ્લીમાં ઘીનો ઉપયોગ નહીં થાય : ટ્રસ્ટી નીતિન પટેલ - ગાંધીનગર
કોરોના કાળમાં રાજ્યમાં જન્માષ્ટમીના તમામ મેળાઓ દર્શન રદ કર્યા. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો પણ રદ કર્યો ત્યારે આ જ સમય દરમિયાન નવરાત્રીના નોમની રાત્રે યોજાતાં ગાંધીનગરમાં રૂપાલની પલ્લીનો મેળો રદ કરવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઈ હતી. જેને લઈને આજે રૂપાલ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રૂપાલમાં પલ્લીનો મેળો નહીં યોજાય પરંતુ વિધિવત રીતે પલ્લી યોજવામાં આવશે.
![રૂપાલનો મેળો રદ પણ પલ્લી યોજાશે, ગણતરીના લોકો રહેશે હાજર, પલ્લીમાં ઘીનો ઉપયોગ નહીં થાય : ટ્રસ્ટી નીતિન પટેલ રૂપાલની પલ્લી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9036331-68-9036331-1601731156693.jpg)
ગાંધીનગર : રુપાલના વરદાયિની ટ્રસ્ટના ટ્ર્સ્ટી અને આગેવાન નીતિન પટેલે રૂપાલની પલ્લી બાબતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વર્ષે પણ રૂપાલની પલ્લી યોજવામાં આવશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બહારથી કોઈને પણ આમંત્રણ આપવામાં આવશે નહીં. ફક્ત ગણતરીની સંખ્યામાં જ લોકો પલ્લીમાં હાજર રહેશે. જ્યારે દર વર્ષે જે રીતે ઘીની નદીઓ રૂપાલ ગામમાં પલ્લી દરમિયાન થાય છે ત્યારે આ વર્ષે રૂપાલની પલ્લીમાં ઘીનો ઉપયોગ નહીં કરવામાં આવે. જે રીતે દર વર્ષે મેળો ભરાય છે તે મેળો રદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે સ્થાનિક તંત્રને કલેકટરને પણ જાણ કરવામાં આવી છે. જ્યારે કલેકટર બેઠક માટે બોલાવશે ત્યારે બેઠકમાં પણ સમગ્ર આયોજનની બ્લુ પ્રિન્ટ આપવામાં આવશે.