ગુજરાત

gujarat

ETV Bharat / city

RTE Admission 2022: રાજ્યમાં RTE હેઠળ 2.23 લાખ ફોર્મ ભરાયા, હજી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે, જાણો

રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ (RTE Admission 2022) શિક્ષણ વિભાગને 2,23,233 અરજી પ્રાપ્ત થઈ છે. સમગ્ર રાજ્યમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી 17થી 19 એપ્રિલ દરમિયાન પણ RTE માટે ફોર્મ (RTE Students Admission Form) ભરી શકાશે.

By

Published : Apr 15, 2022, 1:49 PM IST

Updated : Apr 15, 2022, 3:22 PM IST

RTE Admission 2022: રાજ્યમાં RTE માટે 2.23 લાખ ફોર્મ ભરાયા, હજી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે, જાણો
RTE Admission 2022: રાજ્યમાં RTE માટે 2.23 લાખ ફોર્મ ભરાયા, હજી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે, જાણો

ગાંધીનગરઃ રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ગરીબ અને પછાત વર્ગના બાળકો પણ શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશન (RTE Admission 2022) અંતર્ગત અરજીઓ મગાવવામાં આવે છે. ત્યારે આ વખતે સમગ્ર રાજ્યમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી RTE પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને મળી છે.

રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ શિક્ષણ વિભાગને 2,23,233 અરજી પ્રાપ્ત થઈ

વાલીઓની આવક મર્યાદા - જોકે, RTE હેઠળ (RTE Admission 2022) પ્રવેશ મેળવવા માટે શહેરી વિસ્તારમાં વાલીઓની આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક નક્કી કરવામાં આવી છે.

કોર્પોરેશન વિસ્તારમાં RTE અંતર્ગત આવેલી અરજીઓ

શહેર અરજી
અમદાવાદ 42,152
વડોદરા 10,641
સુરત 30,205
રાજકોટ 15,873
જામનગર 5,150
ભાવનગર 5,164
ગાંધીનગર 1,325

15,382 ફોર્મ રિજેક્ટ, હવે 17 થી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે -RTE અંતર્ગત (RTE Admission 2022) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને અત્યાર સુધીમાં કુલ 2,23,223 ફોર્મ મળ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 15,382 જેટલા ફોર્મ (RTE Students Admission Form) રિજેક્ટ કર્યા છે. આમ, અધૂરા દસ્તાવેજ અને ખોટી માહિતીના કારણે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ વાલીઓ આ રિજેક્ટ થયેલા ફોર્મને (RTE Students Admission Form) 17થી 19 એપ્રિલ સુધી ફરી ભરી શકશે. આ રીતે સરકારે વાલીઓને વધુ 3 દિવસનો સમય આપ્યો છે.

આ પણ વાંચો-RTE Admission in Ahmedabad: અમદાવાદ શહેરમાં RTE માટે 12,500ની સામે 27,524 ફોર્મ ભરાયા

25 ટકા સુધીની સીટ નક્કી કરાશે -બેઠક ફાળવણી અંગે શિક્ષણ અધિકારી એસ. પી. ચૌધરીએ ETV Bharat સાથેની ખાસ (Education Officer SP Chaudhry on RTE Form) વાતચીતમાં જણાવ્યું હતું કે, 25 ટકા સુધીની સીટ નક્કી કરવામાં આવે છે, જેમાં નોન આરટીઈ (NON RTE) બાળકના કુલ સીટના 25 ટકા સીટ RTE હેઠળ ફાળવવામાં આવે છે. ગયા વર્ષની વાત કરીએ તો 72,000ની આસપાસ વિદ્યાર્થીઓને ધોરણ 1માં RTE અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સંખ્યા મુજબ રાજ્ય સરકારે 25 ટકા જગ્યા નક્કી કરવાની હોય છે અને તે નક્કી થયેલી જગ્યા ઉપર જ સહકાર ધોરણ એક વાર પ્રવેશ આપી શકશે.

આ પણ વાંચો-RTE હેઠળ ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ લેનાર સામે DEO એક્શનમાં

26 એપ્રિલે જાહેર થશે પ્રથમ રાઉન્ડ -RTE અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે 26 એપ્રિલે RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે. આમ, ધોરણ એકમાં પ્રવેશ મેળવવા RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડની જાહેરાત 26 એપ્રિલે રોજ કરાશે.

ગયા વર્ષે 1,81,108 અરજી મળી હતી -ગયા વર્ષની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગત વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કુલ 1,81,108 ઓનલાઈન અરજી મળી હતી. જ્યારે વર્ષ 2020માં 2,04,420 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાં ફક્ત 1,19,697 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Last Updated : Apr 15, 2022, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details