- સરકાર દ્વારા RT PCR અને CT Scanને લઈને મહત્વનો નિર્ણય
- રાજ્યમાં RTPCR ટેસ્ટ અને CT Scanના ભાવમાં ઘટાડો કરાયો
- ગરીબ અને મધ્યમવર્ગના લોકોને કોરોનાની સારવામાં મળશે રાહત
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર (Corona Third Wave) ને ધ્યાને રાખીને RTPCR અને CT scanના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને કોરોનાની સારવામાં રાહત મળી શકશે. આ ઉપરાંત સરકાર દ્વારા એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાઈ
RTPCR અને CT scanના ભાવ ઘટાડાયા
સરકાર દ્વારા આ ભાવ ઘટાડાના નિર્ણયથી કોઇપણ ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટના 700ની જગ્યાએ 300 ઘટાડીને 400 રુપિયામાં કરવામાં આવ્યા છે, તેમજ CT scanમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા તે પણ 2500 રુપિયામાં થશે. આ ઉપરાંત, અગાઉ એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટ 4,000 ચાર્જ લેવામાં આવતો હતો, પરંતુ તેમાં 1300 રૂપિયા ઘટાડીને 2700 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ સરકારી હોસ્પીટલોમાં RTPCR અને CT scan જેવાં તમામ ટેસ્ટ વિના મુલ્યે કરવામાં આવી રહ્યા છે.
સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ
રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ સંભવિત ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે, આથી સરકાર દ્વારા તમામ તૈયારીઓના ભાગરૂપે સ્ટાફ વધારવાનું કામ અને પ્લાન નક્કી કરાયો છે, તે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેમ જેમ વેક્સિનનો જથ્થો પ્રાપ્ત થતો જાય છે, તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ પણ જાહેરાત કરી હતી કે, દર્દીના ઘરે કે કોઇ હોસ્પિટલમાં દાખલ હોય તે દરમિયાન ખાનગી લેબોરેટરીના માણસને મોકલીને RTPCR ટેસ્ટના સેમ્પલ લેવાનો હાલ સુધીનો ચાર્જ 900 રુપિયા હતો, જેમાં 350નો ઘટાડો કરીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.