રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાવવાના બાકી - વિધાનસભા ગૃહ
વિધાનસભામાં ગુરૂવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ GST બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં પ્રશ્નોત્તરી સમયે GSTના બે વર્ષના આંકડા સામે આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી છે.
રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી
By
Published : Mar 18, 2021, 7:14 PM IST
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં સામે આવ્યા આંકડા
જીગ્નેશ મેવાણીએ કર્યો હતો સવાલ
રાજ્યમાં GSTના 62 કરોડ ઉઘરાણીના બાકી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યની GST હેઠળની આવકની માહિતી માંગી હતી. જેમાં રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષની આવકની જાહેરાત કરી છે. જ્યારે છેલ્લા બે વર્ષની પરિસ્થિતિએ અત્યારે GST હેઠળની કુલ 62 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારને ઉઘરાવવાની બાકી હોવાની વાત સામે આવી છે.
અમદાવાદના ધારાસભ્ય જ્ઞાસુદ્દીન શેખે GSTના વળતર માટેનો પ્રશ્ન પ્રશ્નોતરીમાં પૂછ્યો હતો. જેમાં વર્ષ 2019 માટે 14,561 કરોડ અને વર્ષ 2020માં 24,684 કરોડ રૂપિયા વળતર મળવાની થતી હતી. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ફક્ત 14,561 વળતર પેટે મળી છે, જ્યારે વર્ષ 2020 માટે 5,835 કરોડ વળતર તરીકે અને 5,217 કરોડ લોન તરીકે, એમ કુલ 11,052 કરોડ મળેલી છે, જ્યારે લોનની ચૂકવણી GST કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે.