- સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ
- સરકારી પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની છે ઘટ
- સરકારે છેલ્લા એક વર્ષમાં માત્ર 994 ઓરડા બનાવ્યાં
ગાંધીનગર: એક તરફ રાજ્ય સરકાર સરકારી શાળાઓને મંજૂરી ઓછી આપે છે અને ખાનગી શાળાઓને વધારે મંજૂરી આપે છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સવાલોને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં કોંગ્રેસે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટને લઈને સવાલ કર્યા હતા. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલ 18,537 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015માં જેટલા ઓરડાની ઘટ હતી તે વધીને વર્ષ 2018 માં ડબલ થઈ છે. વર્ષ 2018માં 16,008 ઓરડાઓની ઘટ હતી. જ્યારે તેની સામે સરકારે વર્ષ 2019 માં ફક્ત 994 ઓરડા બનાવ્યાં હતા.
આ પણ વાંચોઃછેલ્લા 2 વર્ષમાં ટ્રેક્ટર સહાય માટેની 40 ટકા અરજીઓ નામંજૂર કરાઈ